google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ જિલ્લાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ના ૭૦ થી વધુ પ્રમુખ પદાધિકારીઓએ મતદાન જાગૃતિ પેમ્ફલેટ નું વિતરણ કયુઁ..

Date:

પાટણ તા. ૪
પાટણ જિલ્લાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ના તમામ સંવર્ગો પ્રમુખ પદાધિકારીઓ દ્વારા શનિવારે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ પાટણ જિલ્લાના તમામ સંવર્ગો ના ૭૦ કરતા વધારે પ્રમુખ પદાધિકારીઓએ પાટણ શહેર ના હાર્દ સમાન બગવાડા દરવાજા પાસે સમ્રાટ સિદ્ધરાજ સોલંકી ની પ્રતિમા પાસે મતદાન જાગૃતિ ના સૂત્રોચ્ચાર સાથે પસાર થતા પાટણ શહેર અને પંથકના લોકો ને સ્ટિકર તથા મતદાન જાગૃતિ માટે ના હેન્ડબીલ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ, ઉપાધ્યક્ષ બાબુભાઈ દેસાઈ,અતિરિક્ત મહામંત્રી પરેશભાઈ પટેલ, આંતરીક ઓડીટર રણછોડજી જાડેજા, માધ્યમિક આચાર્ય સંવર્ગ ના મહામંત્રી રુપેશ ભાઈ ભાટીયા તથા જીલ્લા ના અધ્યક્ષ શૈલેષભાઈ પટેલ , માધ્યમિક આચાર્ય સંવર્ગ ના અધ્યક્ષ ધનરાજભાઈ ઠક્કર, માધ્યમિક સંવર્ગ ના અધ્યક્ષ રાજ મહારાજા, ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ ના અધ્યક્ષ પશાભાઈ દેસાઈ, મહામંત્રી હિરેન ભાઈ પ્રજાપતિ તથા એચ ટાટ સંવર્ગ ના અધ્યક્ષ શંકર ભાઈ ચૌધરી, મહામંત્રી નારણ ભાઈ આહીર,સહિત ઉમેદભાઈ પ્રજાપતિ, કલ્પેશભાઈ પટેલ, કપીલભાઈ શુક્લ તથા જિલ્લા,તાલુકાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના મહેસાણા વિભાગ સંઘચાલક નવિનભાઈ પ્રજાપતિ એ જાગરણ પર્વ નિમિત્તે માર્ગદર્શન આપ્યું હતું. રાજ્ય ના અતિરિક્ત મહામંત્રી પરેશભાઈ પટેલે જાગરણ પર્વ નિમિત્તે સંગઠન દ્વારા સમગ્ર ગુજરાતમાં થયેલી કામગીરી ની માહિતી આપી હતી. તમામ તાલુકાઓ માંથી ઉપસ્થિત પદા ધિકારી ઓને એ જાગરણ પર્વ નિમિત્તે થયેલ કાર્યવાહી ની માહિતી આપી હતી. જાગરણ પર્વ ના સંયોજક કુબેરભાઈ ચૌધરી તથા સહ સંયોજક રણછોડજી જાડેજા એ સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન કર્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના ભક્તોએ રામદેવપીર મંદિરે નોમ ના નેજા ચઢાવી ધન્યતા અનુભવી..

પાટણ તા. ૧૨પાટણ શહેર સહિત જિલ્લાના રામદેવપીર મંદિરે ભક્તો...