fbpx

પાટણ જિલ્લામાં 3 લાખ લોકોને ભાજપ સદસ્યતા સભ્ય તરીકે જોડવાનો પ્રદેશ દ્રારા ટાર્ગેટ અપાયો.

Date:

પાટણ તા. ૪
ભારતીય જનતા પાર્ટી દ્વારા દર છ વર્ષે સભ્ય સદસ્યતા નોંધણીની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે વર્ષ 2024 ના ભારતીય જનતા પાર્ટીના સભ્ય સદસ્યતા નોંધણી નો પ્રારંભ ગતરોજ પ્રદેશ ભાજપ દ્વારા અમદાવાદ ખાતેથી કરવામાં આવ્યો હતો. જેમાં જે.પી.નડ્ડાએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ભારતીય જનતા પાર્ટીના સભ્ય સદસ્યતા તરીકે ઓન લાઇન નામ કરણ ભરી ને સમગ્ર ગુજરાત માં સભ્ય સદસ્યતા નોંધણી નો પ્રારંભ કરાવ્યો હતો.

ભારતીય જનતા પાર્ટીના સભ્ય સદસ્યતા નોંધણી નો પાટણ જિલ્લા માં બુધવારના રોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાટણના સાંસદ ભરત સિંહ ડાભીની સભ્ય સદસ્યતા નોંધણી જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરીને જિલ્લા માં ભારતીય જનતા પાર્ટી ના સભ્ય સદસ્યતા નોધણી નો શુભારંભ કરાવ્યો હતો.

પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ જિલ્લામાં ત્રણ લાખ સભ્યોને ભારતીય જનતા પાર્ટીના સભ્ય સદસ્ય બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હોય જે ટાર્ગેટને પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવા નો અને કાર્યકર્તાઓ સફળ રીતે પરિપૂર્ણ કરશે તેવો આશાવાદ પાટણ ના સાંસદ ભરતસિંહ ડાભીએ પત્રકારો સમક્ષ વ્યક્ત કર્યો હતો.

પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી પાટણ જિલ્લા ભાજપ ના સભ્ય સદસ્યતા નોધણી કાર્યક્રમ ના પ્રારંભ પ્રસંગે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, જિલ્લા ભાજપ પ્રમુખ ડો.દશરથજી ઠાકોર, પાટણ જિલ્લા પ્રભારી જગદીશભાઈ પટેલ, પ્રદેશ ભાજપના નંદાજી ઠાકોર, જયશ્રીબેન દેસાઈ, જિલ્લા મહામંત્રી ઓ, જિ.પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, શહેર ભાજપ પ્રમુખ કિશોર ભાઈ મહેશ્વરી, પાટણ નગર પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, સહિત ભાજપના અપેક્ષિત આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના સુજનીપુર ગામે વોકળામાં પાણી પીવા ગયેલા 14 વર્ષના ત્રણ બાળકો ડુબ્યા..

સ્થાનિક તરવૈયાઓ અને પાલિકાની ફાયર રેસ્ક્યુ ટીમે ત્રણેય માસુમ...

બનાસકાંઠા તથા પાટણ જીલ્લાના પો.સ્ટે.ના પ્રોહી. ગુન્હામાં નાસતા ફરતા બે આરોપીઓને કાકોશી પોલીસે ઝડપ્યા..

પાટણ તા. ૧૮બનાસકાંઠા જિલ્લા અને પાટણ જિલ્લામાં પ્રોહીબિશનના ગુનામાં...