fbpx

પાટણ સરસ્વતી નદીના પુલ પરથી ઈકો ગાડીમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ને એલસીબી ઝડપી લીધો.

Date:

પાટણ તા. ૬
પાટણના સરસ્વતી નદીના પુલ પરથી વિદેશી દારૂનો જથ્થો ભરીને જઈ રહેલી ઇકોગાડીને એક ઈસમ સાથે પાટણ એલસીબી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબત પોલીસ મિત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો રવિન્દ્ર પટેલની આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાટણ શહેર સહિત જિલ્લામાં પ્રોહી.લગતની ગે.કા. પ્રવૃતિ દુર કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી ઇન્ચાર્જ પીઆઇ વી આર ચૌધરી ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો સાથે ચક્રો ગતિશીલ બનાવી સરસ્વતી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું

ત્યારે મળેલી બાતમી હકીકત આધારે ટીમે સરસ્વતી પો.સ્ટે. વિસ્તાર ના સરસ્વતી નદીના પુલ ઉપર નાકા બંધી કરી ઇકો ગાડી નં-GJ01HY9359 પસાર થતાં તેને ઉભી રખાવી તપાસ કરતાં ઈકો ગાડી માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ ટીન નંગ- ૧૨૮ કિં.૩૭,૧૦૦ તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦ સાથે ડ્રાઇવર હિતેષ સુરેશભાઇ ઠાકોર રહે કેશવનગર, અમદાવાદ વાળાને પકડી સરસ્વતી પો. સ્ટે. માં પ્રોહી બિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી ગુનામાં સંડોવાયેલા લક્ષ્મણ ભાઇ રહે.ધાનેરા જી.બનાસકાંઠા (દારૂ ભરી આપનાર) ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રી મહાલક્ષ્મી મહિલા ક્રેડીટ સોસા.લી.ના ચેરમેન પદે ભાવનાબેન એલ. ઠકકરની બિનહરીફ વરણી..

પાટણ તા. ૧૭પાટણ ખાતે છેલ્લા ૨૩ વર્ષથી કાર્યરત પ્રતિષ્ઠિત...