fbpx

પાટણ યુનિવર્સિટી પદે 11 યુનિ.ના ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોટૅ નિયામકોની ધી ગુજરાત પબ્લિક યુનિ. એક્ટ- 2023 ની પ્રથમ બેઠક મળી..

Date:

પાટણ તા. 24
ધી ગુજરાત પબ્લીક યુનિવર્સિટી એકટ-2023 અંતર્ગત કુલ 11 યુનિ. ના ફિઝીકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ નિયામકોની ઓનલાઈન બેઠક હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના યજમાન પદે યોજવા માં આવી હતી. જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ,મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવ ર્સિટી, ભાવનગર, ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવ ર્સિટી સુરત,ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ,ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ભૂજ,શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી, ગોધરા યુનિવર્સિટી ના નિયામકો અને કાર્યકારી નિયામકો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ 2023 અંતર્ગત આવતી કુલ 11 યુનિવર્સિટીના ફિઝીકલ એજ્યુ કેશન & સ્પોર્ટ્સ નિયામકોની આ સમગ્ર ગુજરાતમાં પ્રથમ બેઠક બોલવામાં આવી હતી. આ બેઠક ની પહેલ ને તમામ સભ્યોએ આવકારી હતી.બેઠકમાં વર્તમાન માં ચાલતી યુનિવર્સિટી રમત ગમતની કાર્ય પદ્ધતિ થોડી જુદી જુદી રહી છે. અને જયારે હવે રાજ્ય સરકાર દ્વારા ધી ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકટ – 2023 અમલમાં મુકવામાં આવ્યો છે. ત્યારે તમામ યુનિવર્સિટી ની કાર્યપદ્ધતિ એક સમાન બનાવી શકાય તેના માટે સર્વાનુંમતે નક્કી કરવામાં આવ્યું હતું.

યુનિવર્સિટીની આંતર કોલેજની સ્પર્ધાઓ, આંતર યુનિવર્સિટીની સ્પર્ધાઓ, SELECTION પ્રકિયા, રમત ગમત ફી તેમજ ખેલાડીઓ માટે અલગથી EXAM ની વ્યવસ્થા અને ખેલાડીઓની સુવિધા માં સુધારો કરી શકાય તેની સાથે તમામ યુનિવર્સીટી એક દિશામાં, એક નીતિથી શારીરિક શિક્ષણ અને રમત ગમત પ્રવૃતીઓનું કામ સમાજ અને વિધાર્થીઓના હિતમાં કરી શકે તેના માટે એક COMMON POLICY નો ડ્રાફ્ટ તૈયાર કરવો તથા હવે પછી Directors of Physical Education & Sports Council Gujarat તરીકે કાર્યરત થશે. આગામી બેઠક તારીખ 15 & 16, જુલાઈ 2024 ના રોજ ગુજરાત યુનિવર્સીટી ખાતે રાખવાનું સવૉનુમતે નક્કી કરી બેઠક પૂર્ણ કરવામાં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

અનાવાડા આરોગ્ય કેન્દ્ર નાં બકરાતપુરા ખાતે ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી.

અનાવાડા આરોગ્ય કેન્દ્ર નાં બકરાતપુરા ખાતે ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી. ~ #369News