fbpx

પાટણના ચાટાવાડા ગામના ધીરજ શાહનુ રાજય સરકારની ૧૫ લાખની વિદેશ અભ્યાસ લોનની સહાયથી તબીબ બનવાનું સ્વપ્ન સાકાર બન્યું…

Date:

પાટણ તા. ૨૪
રાજય સરકારની યોજનાકીય સહાય મળવાથી પરિવારને પરિવારીક હૂંફ, યોગ્ય સમયે માર્ગદર્શન મળવાથી કોઈ પણ વિદ્યાર્થીનો અભ્યાસ દીપી ઉઠે છે. પાટણ જિલ્લા ના સિદ્ધપુર તાલુકા ચાટાવાડા ગામના એવા જ યુવા ધીરજ શાહની જેઓ અનુસૂચિત જાતિની તેજસ્વી વિદ્યાર્થીની કે જેમણે રાજ્ય સરકારની વિદેશ અભ્યાસ લોન સહાયથી કેનેડામાં ઉચ્ચ અભ્યાસ પુર્ણ કર્યો છે.

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ચાટાવાડા ગામના વતની છે. તેમના પરિવારના પિતા નટવર
લાલ શાહે નાયબ નિયામક પી.ડી.સરવૈયા, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગની મુલાકાત લેતા તેમને જાણવા મળ્યું કે વિદેશમાં હેલ્થકેર એડમીનિસ્ટેશનના ઉચ્ચ અભ્યાસ માટે ડૉ. બાબાસાહેબ વિદેશ અભ્યાસ લોનની સહાય મળે છે
.

જેથી તેઓએ અનુસૂચિત જાતિની કચેરીનો સંપર્ક કરીને યોજના વિશે તમામ જાણકારી મેળવી. આમ વિદેશ અભ્યાસ માટેની તમામ વિગતો જાણ્યા બાદ ૨૦૨૩માં કેનેડાની કિંગસ્ટન શહેરની સહેટ લોરે્સ કોલેજમાં એડમિશન લીધું.

તત્કાલ જરૂરી પુરાવા સાથેની અરજી કરતા અમોને માત્ર ૪ ટકાના વ્યાજદરથી રૂ.૧૫ લાખની લોન મળી. તેણીએ વધુમાં કહ્યું કે, હાલમાં તેઓ કેનેડાના અભ્યાસમાં કાર્યરત છે. રાજય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરતા તેઓના પિતા નટવરલાલ શાહે કહ્યું કે, મારો દીકરો ધીરજ શાહ કેનેડાની કિંગસ્ટન શહેરમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો છે. સરકાર દ્વારા ૧૫ લાખની સહાય મળી છે. જેથી અમે વિદેશ અભ્યાસ કરવા મોકલેલ છે.

સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને આર્થિક મદદ અને સહાય કરી રહી છે એ બદલ સરકાર નો ખુબ ખુબ આભાર માનીએ છીએ. અમારા સમાજ ના ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ કરી શકે તે માટે હું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનું છું.

નોંધનીય છે કે, પાટણની અનુસૂચિત જાતિની કચેરી ના નાયબ નિયામક શ્રીમતી પી.ડી.સરવૈયાએ જણાવ્યું કે, વિદેશ ઉચ્ચ અભ્યાસ માટે ડો. બાબા
સાહેબ આંબેડકર લોન સહાય યોજના હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪ માં પાટણ જિલ્લામાં ૧૨ વિદ્યાર્થીઓને રૂ.૧૫ લાખ લેખે રૂ.૧.૮૦ કરોડની લોન આપવામાં આવી છે. રાજ્ય સરકારની સહાયથી હજારો વિદ્યાર્થીઓ આજે વિદેશમાં જઈને પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી રહ્યા છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ચાણસ્મા હાઇવે રોડપર લીલીવાડી નજીક બાંકડા પર બેઠેલા ચાર વડીલ મિત્રો ઉપર બેકાબૂ બનેલી ગાડી ફરી વળી…

પાટણ ચાણસ્મા હાઇવે રોડ પર લીલી વાડી નજીક બાંકડા પર બેઠેલા ચાર વડીલ મિત્રો ઉપર બેકાબૂ બનેલી ગાડી ફરી વળી… ~ #369News

શંખેશ્વર ના ખારસોલ તળાવમાં દેવીપુજક સમાજના બે બાળકો ડૂબતા મોતને ભેટયા..

શંખેશ્વર ના ખારસોલ તળાવમાં દેવીપુજક સમાજના બે બાળકો ડૂબતા મોતને ભેટયા.. ~ #369News