fbpx

પાટણનાં ખેતરવસી ના રહીશ ને રૂા.100નું કાર્ડ સ્ક્રેચ કરાવી એ.સી.લાગ્યુ પણ આપ્યું નહીં..

Date:

એ.સી. લેવા સીટી પોઇન્ટની દુકાને જવાનું કહેતા ગૃહસ્થ ત્યાં જતા આવી કોઇ જ દુકાન સીટી પોઈન્ટ મા ન હોય ગૃહસ્થે રૂ।.1000 ગુમાવ્યા..

પાટણ તા. 22
પાટણ શહેરમાં કેટલાક ઠગબાજો ઘૂમી રહ્યા હોવાનું અને ભણેલા અભણ લોકોને પોતાની વાતમાં ભોળવીને તેઓને એનકેન પ્રકારે ઠગી રહ્યા હોવાનો કિસ્સા પ્રકાશમાં આવ્યા છે અને આવા કિસ્સા ઉપરથી સૌએ ચેતવાની જરુર છે. આવો એક આંખ ઉઘાડતો કિસ્સો શહેર ના ખેતર વસી વિસ્તારમાં બન્યો છે.

આ અંગેની મળતી માહિતી મુજબ પાટણ નગરપાલિકામાં ફરજ બજાવતા હર્ષદભાઇ પારેખ તેમનાં ખેતરવસી, બ્લડબેંક સામે આવેલા ઘરે હતા ત્યારે છ જેટલા શખ્સો ઇકો વાહન લઇને આવ્યા હતા. આ વાહનમાં કેટલોક ઘર વપરાશ અને ઇલેક્ટ્રોનિક ચીજો ભરેલી હતી. આ શખ્સોએ હર્ષદભાઇ તથા તેમનાં પત્નિ પાસેથી રૂા. 100 લઇને એક કાર્ડ આપીને તેને સ્ક્રેચ કરવા કહેતાં તેને સ્ક્રેચ કરતાં તેમને હોમ થિયેટર લાગ્યું હતું. જે હર્ષદભાઇનાં પત્નિએ જરુર ન હોવાથી કાર્ડમાં દર્શાવેલ અન્ય વિકલ્પો વાળી ચીજમાંથી એ.સી. માંગતા આ અજાણ્યા શખ્સોએ તે તેનાં માટે રૂ।. 3800 માંગ્યા હતા. આથી હર્ષદભાઇએ તેમનાં મિત્ર પાસેથી રૂા. 4000 લાવીને આ શખ્સોને આપ્યા હતા.

બાદમાં એ.સી. આપવા તેમણે કહેતાં આ શખ્સોએ હર્ષદભાઇને કહેલ કે, તમે પાટણનાં સીટી પોઇન્ટમાં દુકાન નં.55 માં આવીને લઇ જજો. આથી હર્ષદભાઇ એ આ પૈસા પાછા માંગીને કહેલ કે, અમે એ દુકાને જઇને એ.સી. લીધા પછી દુકાનમાં પૈસા ચૂકવીશું. તેમ કહેતાં આ શખ્સોએ રૂા. 3000 પાછા આપ્યા હતા ને રૂા. 1000 તેમની પાસે રાખીને ઝડપથી ગાડીમાં બેસીને લાલ દરવાજા, નગરપાલિકા, ભદ્ર થઇને મોતીશા તરફ નાસી ગયા હતા.

આ દરમિયાન તેઓએ પાટણની સીટી પોઇન્ટમાં પેલા શખ્સોએ દર્શાવેલી દુકાને જતાં આવી કોઇ જ દુકાન ન હોવાનું તેઓને જણાતાં તેઓ છેતરાયાનો અહેસાસ થયો હતો. તેઓએ સદનસીબે માત્ર એક હજાર જ ગુમાવ્યા હતા. બાકી તો ત્રણ હજાર પાછા મેળવી લીધા હતા. આવી ટોળકીઓ પાટણમાં ઘુમી રહી હોવાથી તેનાથી સૌએ ચેતવાની જરુર છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા સબજેલમાં ૨૫૦ પુસ્તકો ભેટ ધરાયા…

પાટણ તા. ૧૯પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તસકાલય દ્વારા...