fbpx

પાટણના દેવ દર્શન કોમ્પલેક્ષ માં આવેલા હોસ્ટેલ માં અગમ્ય કારણોસર યુવક અને યુવતીએ આત્મ હત્યા કરી લેતા ચકચાર મચી..

Date:

પાટણ તા. ૩૦
પાટણ શહેરના દેવદર્શન કોમ્પલેક્ષ માં આવેલ હોસ્ટેલ ના એક રૂમ માંથી એક યુવક અને યુવતી ની લાશ મળી આવી હતી જેમાં યુવક પંખે લટકયો હતો તો યુવતી બેડ પર પડેલી હતી.

બનાવની જાણ મોડી સાંજે હોસ્ટેલ સંચાલકને થતાં તેઓએ પાટણ પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને ની લાશનું પંચનામું કરી પીએમ માટે પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવા માં આવી હતી.

મૃતક યુવતી અને યુવક ના આધાર કાડૅ ના આધારે પોલીસે તપાસ હાથ ધરતા યુવતી પાટણ શહેર ના જુનાગંજ બજાર જોશી ની ખડકી ની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તો યુવકના આધાર કાડૅ પરથી યુવક યુપી નો હોવાનું પ્રાથમિક તાપસ માં સામે આવ્યું છે.

તો ધટના સ્થળે થી મળી આવેલ યુવતી અને યુવક ના મોબાઈલ પણ મળી આવ્યા હોય પોલીસે બન્ને ના મોબાઈલ આધારે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

શહેરના દેવ દર્શન કોમ્પલેક્ષમાં આવેલા હોસ્ટેલમાં કયા કારણોસર યુવક અને યુવતીએ આત્મહત્યા કરી છે તેનું કારણ જાણવા માટે પોલીસે ઝીણવટ કરી તપાસ હાથ ધરી છે

તો મૃતક યુવતી શહેરના જુનાગજ બજારમાં જોશી ની ખડકીમાં રહેતા પરિવાર ની હોય પોલીસે પરિવારને જાણ કરતા પરિવારજનો પણ પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીને શૈક્ષણિક કીટ અર્પણ કરતાં સમાજના દાતા…

પાટણ તા. 28ગોપાલક સંકુલ માતરવાડી મા રહીને અભ્યાસ કરતા...

સલામત સવારી એસટી અમારી ના સુત્ર ને ખોટો સાબિત કરતી ધટના માં રાધનપુર એસ ટી ચાલકે જ રાહદારી ને કચડ્યો..

મૃતકની લાશને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવા લારીનો ઉપયોગ કરાતા...