પાટણ તા. ૭
પાટણ શહેરના જાણીતા એડવોકેટ અને અનેકવિધ સેવાકીય, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા દર્શકભાઈ ત્રિવેદી એ પોતાના સહ પરિવાર સાથે લોકશાહીના પવિત્ર પર્વમાં સહભાગી બની શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલા બોમ્બે મેટલ સ્કૂલ ખાતેના મતદાન કેન્દ્ર પર પોતાના મત અધિકારનો ઉપયોગ કરી સહ પરિવાર સાથે મતદાન કર્યું હતું.
એડવોકેટ દર્શકભાઈ ત્રિવેદીએ પોતાનું મતદાન કર્યા બાદ મતદાન મથક પર ઉપસ્થિત તમામ મતદાર ભાઈઓ બહેનો વડીલો અને યુવાનોને લોકશાહીના આ પવિત્ર પર્વમાં મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી બનવાની સાથે દેશના ઉજવળ ભવિષ્યમાં જોડાવા અપીલ કરી હતી. એડવોકેટ દર્શકભાઈ ત્રિવેદી ની સાથે તેમના ધર્મ પત્ની ચંદ્રિકાબેન ત્રિવેદી પુત્ર મિલિંદ અને પુત્રી ડો. યશસ્વી એ પણ લોક શાહીના આ પર્વમાં પોતાનું મતદાન કર્યું હતું.
અહેવાલ યશપાલ શ્યામી