fbpx

થેલેસેમિયા સ્કીનીંગ કેમ્પ નું આયોજન કરાવવા ઈન્ડિયન રેડ ક્રોસ પરિવાર દ્વારા કુલપતિ ને રજુઆત.

Date:

પાટણ તા. ૮
થેલેસેમિયા મુક્ત ગુજરાત બનાવવા ઇન્ડિયન રેડ સોસાયટી પાટણ પરિવાર દ્વારા યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં થેલેસેમીયા કેમ્પનું આયોજન કરવામાં આવે અને આ બાબતે યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજો ને પરિપત્ર કરાય તેવી રજૂઆત સાથે કુલ પતિને લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પરિવાર દ્વારા કુલપતિ સમક્ષ કરાયેલી લેખિત રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતું કે ઇન્ડિયન રેડકોર્સ સોસાયટી પરિવાર માનવતાવાદી કામગીરી માટે ગુજરાતમાંઅગ્રસ્થાન ઘરાવે છે.ત્યારે આવી જ એક માનવતાવાદી કામગીરી એટલે ગુજરાત રાજ્ય ને થલેસેમિયા મુક્ત બનાવવાના ધ્યેયને અનુલક્ષીને વર્ષ ૨૦૦૪ થી થેલેસેમિયા અને સિકલ સેલ પ્રીવેન્શન કંટ્રોલ અને રિસર્ચ પોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.

આ અંતગૅત ગુજરાત રાજ્યની વિવિધ યુનિવર્સિટી હસ્તક કોલેજમાં અભ્યાસ કરતા ૩૫ લાખ થી વધુ વિદ્યાર્થીઓના થેલેસેમિયા ટેસ્ટ કરી જરૂરી માર્ગદર્શન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા આપેલ છે.
ઇન્ડિયન સોસાયટી દ્વારા રાજ્યની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓનું થેલેસેમિયા સિકલ સેલ એનિમિયા અને હિમોગ્લોબીનોપેથી પરીક્ષણ દ્રારા દર વર્ષે નિયમિત રીતે કરવામાં આવે છે.

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વિદ્યાર્થીઓને પ્રિ-કાઉન્સેલિંગ દ્રારા થેલેસેમિયા અંતર્ગત માર્ગદર્શન આપવા માં આવે છે. તેમજ તેઓને પરીક્ષણ, બાદ પોસ્ટ કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. આ પરીક્ષણ ના સામાજિક સેવાના ભાગરૂપે સંસ્થા મા ટોકન ચાર્જ રૂ. ૨૦૦ લઈને કરવામાં આવે છે. જેમાં CBC, HPLC ટેસ્ટ કરવામાં આવે છે.ખાનગી લેબમાં આ થેલેસેમિયા પરીક્ષણ HPLC ટેસ્ટનો ચાજૅ રૂ. 600 થી 700 રૂપિયા થી વધુ થાય છે.

યુનિવર્સિટી હસ્તકની કોલેજો દ્વારા પણ વિધાર્થીઓ થેલેસેમીયા ટેસ્ટ કરાવે તે માટે જરૂરી સૂચનાઓ યુનિવર્સિટી દ્વારા પરિપત્ર કરી સંલગ્ન સંસ્થાઓને મોકલી આપી ગુજરાતને થલેસેમીયા મુકત બનાવવા યુનિવર્સિટી સહભાગી બને તેવી ભાવના સાથે સંસ્થાની આ કામગીરીને વધુ સફળ બનાવવા માટે સહકાર અનિવાર્ય હોવા બાબતે પાટણ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી પરિવાર દ્વારા કુલપતિ ને લેખિતમાં રજુઆત કરવામાં આવી હોય જે રજુઆત બાબતે યુનિવર્સિટી કુલપતિ દ્રારા પણ હકારાત્મક અભિગમ માટે તત્પરતા દશૉવી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રી મહાલક્ષ્મી મહિલા ક્રેડીટ સોસા.લી.ના ચેરમેન પદે ભાવનાબેન એલ. ઠકકરની બિનહરીફ વરણી..

પાટણ તા. ૧૭પાટણ ખાતે છેલ્લા ૨૩ વર્ષથી કાર્યરત પ્રતિષ્ઠિત...