fbpx

ધો.12 સાયન્સ અને ધો. 12 સામાન્ય પ્રવાહ ની પરીક્ષા નું ઓનલાઈન પરિણામ જાહેર કરાયું..

Date:

પાટણ તા. ૯
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો 12 સાયન્સ અને 12 સામાન્ય પ્રવાહ ની પરીક્ષા લેવાયા બાદ ગુરૂવારે શિક્ષણ બોર્ડ દ્વારા સવારે 9:00 વાગે માર્ચ-એપ્રિલ 2024 માં લેવાયેલી ધોરણ 12 સાયન્સ અને 12 સામાન્ય પ્રવાહ ની પરીક્ષાનું પરિણામ સવારે વેબસાઈટ ઉપર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું.

શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિણામમાં ધો.12 સાયન્સ નું પરિણામ 83.41 ℅ અને ધો.12 સામાન્ય પ્રવાહ નું પરિણામ 96.38 ℅ જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ 12 સાયન્સ અને 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ શિક્ષણ બોર્ડની વેબસાઈટ તથા whatsapp નંબર પર પોતાનો સીટ નંબર મોકલી ને પોતાનું પરિણામ ઓનલાઈન જોયું હતું.

પાટણ જિલ્લામાં ધો 12 સાયન્સ પ્રવાહમાં 4 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું હતું.તો ધો 12 સામાન્ય પ્રવાહમાં 60 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પાટણ માં ધો 12 સાયન્સ ની 4 કેન્દ્રમાં પરીક્ષા લેવાઈ હતી. જેમાં પાટણ કેન્દ્ર નું 84.57 ℅, સિદ્ધપુરનું 80.14 ℅, ચાણસ્મા કેન્દ્ર નું 71. 29 ℅ અને રાધનપુર કેન્દ્ર નું 82.99 ℅ પરિણામ આવ્યું છે. જેમાં સૌથી વધુ પાટણ કેન્દ્ર નું 84.57 ℅ અને સૌથી ઓછું ચાણસ્મા કેન્દ્ર નું 71.29 ℅ જોવા મળ્યું હતું.

પાટણ જિલ્લામાં 12 સાયન્સનું પરિણામ જાહેર થતાં જિલ્લાના 1765 વિદ્યાર્થીઓ પૈકી 4 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું છે. જ્યારે 81 વિદ્યાર્થીઓએ A2, 249 વિદ્યાર્થીઓએ B1 અને 374 વિદ્યાર્થીઓ એ B2 ગ્રેડ મેળવ્યો છે. 430 વિદ્યાર્થીઓએ C1 અને 285 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 51 વિદ્યાર્થીઓએ D ગ્રેડ અને 0 વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ મેળવ્યો હતો.પાટણમાં ધો 12 સામાન્ય પ્રવાહ ની પરીક્ષા 13 સેન્ટર ઉપર લેવામાં આવી હતી જેમાં પાટણ કેન્દ્ર નું 96.41,℅ સિદ્ધપુર કેન્દ્ર નું 93.83,℅ રાધનપુર કેન્દ્ર નું 95.66 ℅ ચાણસ્મા કેન્દ્ર નું 97.54,℅ કોઇટા કેન્દ્ર નું 96.66,℅ વાયડ કેન્દ્ર નું 99.66,℅ મેથાણ કેન્દ્ર નું 94.61,℅ધીણોજ કેન્દ્ર નું 97.35 ℅ હારીજ કેન્દ્ર નું 99.27℅ શંખેશ્વર કેન્દ્ર નું 93.64 ℅ વારાહી કેન્દ્ર નું 99.06℅ સમી કેન્દ્ર નું 95.29℅ બાલીસણા કેન્દ્ર નું 96.86 ℅ પરિણામ માથી સૌથી વધુ હારીજ કેન્દ્ર નું 99.27 ℅ જેટલું ઉચ્ચ પરિણામ રહ્યું હતું.

પાટણ જિલ્લામાં ધો.12 સામાન્ય પ્રવાહ નું પરિણામ જાહેર થતાં જિલ્લાના 7280 વિદ્યાર્થીઓ પૈકી 60 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું છે.જ્યારે 916 વિદ્યાર્થીઓએ A2,1928 વિદ્યાર્થીઓએ B1 અને 2094 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે.1511વિદ્યાર્થીઓએ C1 અને 463 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 27 વિદ્યાર્થીઓએ D ગ્રેડ અને 0 વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ મેળવ્યો હોવાનું શિક્ષણ વિભાગ ના સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના પારસમણી એપાર્ટમેન્ટમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

પાટણના પારસમણી એપાર્ટમેન્ટમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો ~ #369News