પાલિકા પ્રમુખ ની સૂચનાઓનું અનુકરણ કરતા કમૅચારીઓની કામગીરી શહેરીજનોમાં સરાહનીય બની..
પાટણ તા. ૨૨
પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારે પાલિકા ના એસઆઈ સહિત વોડૅ ઈન્સપેકટરોને શહેરી જનોની પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ બનાવવાની સાથે શહેરીજનોને ભોગવવી પડતી હાલાકીઓ દુર કરવા તાજેતરમાં કરાયેલ સુચના અન્વયે શનિવારના રોજ શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીક ના નાળા ની સફાઈ કામગીરી સાથે કેનાલની ગંદકી ઊલેચી ટ્રેક્ટર મારફતે તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. તો હાશાપુર રોડ પર ની કેનાલ પણ સાફ કરી વરસાદ ના પાણી અવરોધાય નહિ તે મુજબની કામગીરી કરવામાં આવી હતી.
શહેરના નાગરવાડા વોડૅ ઈન્સપેકટર અનિલ સોલંકી એ કમૅચારીઓ પાસે પદ્મકુટિર સોસાયટી બાજુમાં આવેલ ચોખ્ખા પાણી ની કેનાલમાં ખડકાયેલ પ્લાસ્ટિક નો કચરો જેસીબી મશીન થી દુર કરી કેનાલ ને સ્વચ્છ બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
શહેરીજનોની સુખાકારી ને ધ્યાન મા રાખીને પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા એસઆઈ સહિતના વોડૅ ઈન્સપેકટરોને કરાયેલ સુચના મુજબ તેઓ દ્રારા કરવામાં આવી રહેલ કામગીરીને શહેરીજનોએ પણ સરાહનીય લેખાવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી