પોલીસે ચીલઝડપ કરાયેલા બે મોબાઇલ અને સ્પેલન્ડર બાઈક સહિત નો મુદામાલ કબજે લીધો..
પાટણ તા. 2
પાટણ પંથકમા મોબાઈલ ની ઝડપ કરતી ગેંગના ત્રણ સાગરીતોને બાલીસણા પોલીસે ચીલ ઝડપ કરાયેલા મોબાઈલ સાથે આબાદ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ પંથકમાં મોબાઇલની ચીજ ઝડપ કરતી ગેંગ સક્રિય બની હોય જેને ઝડપી લેવા પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ પોલીસ મથકોને સૂચિત કરવામાં આવ્યા હોય જેના પગલેપાટણ-ઉંઝા હાઇવે રોડ ઉપર આવેલ શ્રી સિધ્ધી પોલીપેક ફેક્ટરી આગળથી ચીલ ઝડપ થયેલ મોબાઇલ તેમજ આરોપી પકડી પાડવા બાલીસણા પોલીસે ચક્રો ગતિમાન બનાવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સી.ડી.આર મેળવી એનાલીસીસ કરી ભરોસાના બાતમીદાર માણસો દ્વારાબાતમીહકિકત મેળવી મોબાઈલની ચીલ ઝડપ કરનાર ગેંગના આરોપીઓને ચીલ ઝડપ કરાયેલા મોબાઈલ ના મુદ્દા માલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બાલીસણા પોલીસે ઝડપે મોબાઇલ ચીલ ઝડપ કરતી ગેંગના આરોપીઓની પુછપરછ દરમ્યાન તેઓએ પોતાના નામ
અવતારસીંગ હરીસીંગ સરદાર (દુદાણી) રહે. સિધ્ધપુર પેપલા દેદીયાપરુ તા.સીધ્ધપુર જી.પાટણ,
જીતેન્દ્રસીંગ ઉફે જીસીંગ સંતોકસીંગ સરદાર (દુદાણી) રહે.સિધ્ધપુર પેપલા દેદીયાપરુ તા.સીધ્ધપુર જી.પાટણ અને અજયભાઇરામાભાઇ પટણી રહે સિધ્ધપુર પેપલા દેદીયાપરુ તા.સીધ્ધપુર જી. પાટણ હોવાનું જણાવ્યું હતું. બાલીસણા પોલીસે આરોપી પાસેથીએક સેમસંગ કંપની નો M-31 મોબાઇલ કિ.રૂ ૧૦,૦૦૦,એક રીયલ-મી કંપની નો મોબાઇલ કિ.રૂ.૫૦૦૦, એક સપ્લેન્ડર બાઈક નં GJ-24-AN-9914 કિ.રૂ.૩૦,૦૦૦ નો જપ્ત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.