fbpx

પાટણ શહેર માંથી ભગવાન પરશુરામજીની 53 મી રથ યાત્રા ભક્તિ સંગીતના સૂરો વચ્ચે નગરચર્યાએ નીકળી..

Date:

પાટણ તા. ૧૦
પાટણ શહેરના શ્રી જગન્નાથ ભગવાનના મંદિર પરિસર ખાતે બિરાજમાન કરાયેલ શ્રી પરશુરામ ભગવાન ના જન્મોત્સવની શુક્રવારના રોજ ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. પાટણ જિલ્લા બ્રહ્મ સમાજ અને શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર ની સાથે શ્રી પરશુરામ ભગવાન જન્મોત્સવ સમિતિના નેજા હેઠળ શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતેથી ભગવાન શ્રી પરશુરામજી ની ભવ્યાતિ ભવ્ય 53 મી શોભા યાત્રા નીકળી હતી.

શોભાયાત્રા પૂર્વે ભગવાનની આરતીની ઉછામણી બોલાવવામાં આવી હતી જેનો ડો.કેતુલ વિનોદભાઈ જોશી પરિવારે લાભ લઈ ભગવાન પરશુરામજી ની આરતી બાદ શોભાયાત્રા શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતેથી ચાંદી મઢીત રથમાં પ્રસ્થાન પામી હતી.

ભગવાન પરશુરામજીના રથની સાથે સાથે અન્ય સાત રથ તેમજ વિવિધ ટેબલો અને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ની દુર્ગાવાહિનીઓ સહિત મોટી સંખ્યામાં પાટણના ધર્મપ્રેમી નગરજનો તેમજ આજુ બાજુ ના પંથકમાંથી પધારેલા બ્રહ્મ સમાજના પરિવારજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ભગવાન પરશુરામજી ની રથયાત્રા શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતેથી પ્રસ્થાન પામી હિંગળા ચાચર, ચતુર્ભુજ બાગ, જુના ગંજ બજાર, કૃષ્ણ સિનેમા,પુનઃહિંગળાચાચર ,મેઈન બજાર,ધીવટાનાકાં થઈ જગન્નાથ મંદિર ખાતે સંપન્ન બની હતી. ભગવાન પરશુરામજી ની શોભાયાત્રા નું પાટણના નગરજનોએ પુષ્પવૃષ્ટિ સાથે સ્વાગત કર્યુ હતું.

બે કિલોમીટર જેટલા ભગવાન પરશુરામજી ના રથયાત્રા રૂટ પર શહેરની દસથી વધુ સેવાકીય અને સામાજિક સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો કાયૅરત કરાયા હતા. તો આર્યવ્રત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રથયાત્રામાં જોડાયેલા ભાવિક ભક્તો સહિત રથયાત્રા ના દર્શનાર્થે આવતા ધર્મ પ્રેમી નગરજનોને તુલસી, પીપળો, લીમડો, મીઠો લીમડો અને ગુલાબ જેવા વિવિધ પ્રકારના 5,000 થી વધુ રોપાઓનું વિતરણ કરી વૃક્ષ વાવો પયૉવરણ બચાવો નો સુંદર સંદેશ પાઠવ્યો હતો.

ભક્તિ સંગીત ના સુરો વચ્ચે નિકળેલ રથયાત્રામાં ભાવિક ભકતોએ રાસ ગરબા ની રમઝટ મચાવી હતી. તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની દુર્ગાવાહિની બહેનો દ્વારા તલવારબાજીના વિવિધ કરતબો રજૂ કર્યા હતા. તો પાટણ પોલીસ તંત્ર દ્વારા રથયાત્રાના માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.

ભગવાન પરશુરામજી ની રથયાત્રા સંપન્ન બન્યા બાદ રથયાત્રામાં જોડાયેલા તમામ ભક્તોએ સમૂહમાં ભગવાન નો પ્રસાદ ગ્રહણ કરી વિશ્વ કલ્યાણ ની કામના સાથે પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી. પાટણ ખાતે આયોજિત કરાયેલ ભગવાન પરશુરામજી ની 53 મી રથયાત્રાના આ પાવન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ગુજરાત સમસ્ત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ હરગોવનભાઈ શિરવાડીયા નું પાટણ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ અને શ્રી પરશુરામ જન્મોત્સવના કન્વીનર તેમજ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય દ્વારા પશુરામ ભગવાનનું શસ્ત્ર એવા પરશુ નું અપૅણ કરી આવકારવામાં આવ્યાં હતાં.

પાટણ જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ અને શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર સાથે શ્રી પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની ઉજવણી ને યાદગાર બનાવવા સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્ય, વિનોદભાઈ જોષી, અશ્વિનભાઈ જોષી , હેમંતભાઈ તન્ના સહિત શ્રી જગ ન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ,જન્મોત્સવ સમિતિના અન્ય કાર્યકર્તાઓ તેમજ પાટણ જિલ્લા બ્રહ્મ સમાજ ના ભાઈઓ, બહેનો, વડીલો, યુવાનો સહિત પાટણના ધર્મપ્રેમી નગરજનોએ જહેમત ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

શહેરના કનસડા દરવાજા નજીકના જર્જરીત બનેલા વિઠ્ઠલ ચેમ્બર્સ ને ઉતારી લેવા માંટે કામગીરી હાથ ધરાઈ…

પાલિકા દ્વારા જર્જરિત બનેલી વિઠ્ઠલ ચેમ્બર્સને ઉતારી લેવા અગાઉ...

શ્રાવણ માસના પ્રથમ સોમવારે પાટણ શહેરમાં જોશી પરિવાર દ્વારા કાવડ યાત્રા યોજાઈ..

સિધ્ધનાથ મહાદેવ મંદિર થી નીકળેલી કાવડ યાત્રા શહેરના રાજમાર્ગ...

પાટણમાં પત્નીને માર મારવાનું કારણ બન્યું ટી.વી નો અવાજ, થઈ પોલીસ ફરિયાદ

પાટણમાં પત્નીને માર મારવાનું કારણ બન્યું ટી.વી નો અવાજ, થઈ પોલીસ ફરિયાદ ~ #369News