google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ રિઝયોનલ સાયન્સ સેન્ટર ખાતે રૂ. 1 કરોડના ખર્ચે ગુજરાતનું પ્રથમ 9 – ડી ફલાઈટ સિમ્યુલેટર તૈયાર કરાયું..

Date:

પાટણ તા. ૧૯
પાટણ સરસ્વતી તાલુકા કચેરી સામે 100 કરોડનાં ર્ખચે નિર્માણ થયેલ આધુનિક સાયન્સ સેન્ટર ખાતે ગુજરાત માં સૌપ્રથમ વાર રૂ.1કરોડના અંદાજીત ખર્ચે ફ્લાઇટ સિમ્યૂલેટર ની ભેટ મળી છે જેના થકી પ્રવાસીઓ પાટણ મા બેઠા બેઠા ચંદ્રયાન અને મંગળ યાન ની સફર ની અનુભૂતિ કરી શકશે તેવું પાટણ રિઝયોનલ સાયન્સ સેન્ટર ના પ્રોજેક્ટ ડાયરેક્ટર સુમિત શાસ્ત્રીએ પોતાની મુલાકાતમાં જણાવ્યું હતું.

ઐતિહાસિક નગરી પાટણ શહેરમાં રિઝયોનલ સાયન્સ સેન્ટર અને ડાયનાસોર ગેલેરી ની સાથે સાથે વૈશ્વિક વિરાસત રાણકીવાવ અને પટોળા તો પ્રખ્યાત છે જ, હવે તેની ઓળખમાં મોર પિછ સમાન રિઝયોનલ સાયન્સ સેન્ટરમાં એક નવા ફલાઈટ સિમ્યુલેટર ની ભેટ મળી છે જે અંદાજીત રૂ. 1 કરોડનાં ખચૅ તૈયાર કરવામાં આવ્યું છે. આ રિઝયોનયલ સાયન્સ સેન્ટર ની બે વર્ષ માં 9 લાખ થી વધુ લોકોએ મુલાકાત લીધી છે.

રાજ્ય સરકાર દ્વારા પાટણ સમિપે સરસ્વતી સેવા સદન કચેરી સામે 10 એકરમાં અંદાજિત 100 કરોડનાં ખર્ચે આકાર પામેલ પ્રાદેશિક સાયન્સ સેન્ટર પાટણની ઓળખ અને વિશેષતામાં ટુક સમયમાં વધારો થનાર છે. સાથે તેમાં ઉભી કરાયેલી ડાયનાસોર ગેલેરી પુરાતન નગરીને પુરાતન કાળનો અહેસાસ પણ કરાવી રહ્યું છે. જેમાં આ વર્ષે ગુજરાત નું એક માત્ર 9-ડી ફ્લાઇટ સિમ્યુલેટર નું નવું નજરાણું ઉમેરાયું છે.જે હેલિકોપ્ટર જેવું છે. જેમાં 30 લોકો બેસી શકશે જે બે થીમ આધારિત હશે. જેમાં એક ચંદ્રયાન ની થીમ છે જેમાં ચંદ્રયાન જેમ ચંદ્ર પર જાય છે ત્યાં શુ દેખાય,ત્યાનુંવાતાવરણ કેવું છે તેની અનુભૂતિ આ ફ્લાઇટ સિમ્યુલેટર દ્રારા માણી શકાશે.

તો બીજી થીમ મંગળ ગ્રહ પર અધારતી છે.મંગળ મિશન અને મંગળયાન કેવી રીતે મંગળયાન ઉપર જાય અને ભવિષ્ય માં લોકો મંગળ ગ્રહ ઉપર જાય અને ત્યાં કેવી આબોહવા છે કાઈ જાત ની મુશ્કેલી આવશે. અને તેના શું લાભ મળવાના છે ત્યાની મુશ્કેલી નો સામનો કરીને કેવી રીતે પહોંચે છે તેની અનુભૂતિ આ થીમ ફ્લાઇટ સિમ્યુલેટર માં બેઠા બેઠા પયૅટકો કરી શકશે.

રૂ. 1 કરોડના અંદાજીત ખર્ચ સાથે તૈયાર થયેલ આ ફલાઈટ સિમ્યુલેટર ની ત્રણ તબક્કામાં કામગીરી પૂર્ણ થતાં તેનું ઇન્સ્ટોલેશન થઈ ગયું છે.હાલ માં ટ્રાયલ બેઝ શરૂ કર્યો છે. આ ફલાઈટ સીમ્યુલેટર નું આગામી સમયમાં લોકસભાની ચૂંટણી ના પરિણામ બાદ લોકાપર્ણ કરી પર્યટકો માટે ખુલ્લું મુકવામાં આવશે તેવું સાયન્સ સેન્ટર ના ડાયરેક્ટર સુમિત શાસ્ત્રી એ જણાવ્યું હતું.

પ્રોજેક્ટ ડાયરેક્ટર સુમિત શાસ્ત્રીએ ફ્લાઇટ સીમ્યૂલેટર 1 કરોડ રૂપિયા ના ખર્ચે તૈયાર થયું હોવાનું જણાવી જેમાં 30 લોકો એક સાથે બેસી ને 5 થી 7 મિનિટના ચંદ્ર અને મંગળ પરની અનુભૂતિ કરાવશે.
આ સિમ્યૂલેટરની થીમ છે ચાલો ચાદ ઉપર એટલે મિશન મુન અને ચાલો મંગળ ગ્રહ લાલ ગ્રહ ઉપર દર્શન કરો એટલે મિશન માસક જોઈ શકશે. આ નજારો જોવા માટે 9- ડી ચશ્માં નો ઉપયોગ કરવામાં આવશે.

અંદર બેસતા 15 થી 20 સેકંડ માં એવી ફિલિગ થશે. કે તમે ચાંદ ઉપર પહોંચી ગયા છો અને ભવિષ્યમાં ચાંદ પર જે વસતી બનશે ત્યાં ટ્રેન કેવી રીતે ચાલશે. ત્યાં ગાર્ડન કેવી રીતે થાય ખેતી વાડી કઈ રીતે થાય એ બધુજ જોવાની સાથે તેની અનુભૂતિ પણ પયૅટકો ને થશે. વધુ મા તેઓએ જણાવ્યું હતું કે આ રિઝનયોલ સાયન્સ સેન્ટરને કાયૅરત બન્યાં ને બે વર્ષ માં 9 લાખ 62 હજાર થી વધુ લોકોએ મુલાકત કરી છે.

જેમાં ગુજરાત ના 33 જિલ્લા ના લોકો જોવા માટે આવ્યા છે.1327 થી વધુ સ્કૂલ ના બાળકો અને શિક્ષકો એ મુલાકત લીધી છે. ભારત દેશ માંથી 28 રાજ્યો અને 5 યુનિયન ટોરી ટોરી અને વિશ્વ ના 8 થી વધુ કન્ટ્રી ના લોકો એ મુલાકત લીધી હોવાનું જણાવ્યું હતું.

વૈજ્ઞાનિક પ્રવુતિ માં પણ સાયન્સ સેન્ટર પાટણ દેશમાં નંબર વન છે. ગુજરાત નું પ્રથમ સાયન્સ સેન્ટર સ્થાપિત છે. જેમાં બે વર્ષ માં 2 હજાર કરતા વધારે વૈજ્ઞાનિક પ્રવુતિ જેમ કે વર્કશોપ, સાયન્ટિક ફિસ શૉ, અલગ અલગ જાત ની ડ્રોનટેકનોલોજી, રોબોટક પર ડેમોસ્ટેશન ના સતત કાર્યક્રમો યોજાય છે.વેકેશન માં બાળકો માટે સમર કેમ્પનું પણ સાયન્સ સેન્ટર ખાતે આયોજન કરવામાં આવતું હોવાનું તેઓએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ખાતે દેવીપુજક સમાજના ધોરણ 10 અને 12 પાસ વિદ્યાર્થીઓ માટે ફ્રી માર્ગદર્શન સેમીનાર યોજાયો..

પાટણ ખાતે દેવીપુજક સમાજના ધોરણ 10 અને 12 પાસ વિદ્યાર્થીઓ માટે ફ્રી માર્ગદર્શન સેમીનાર યોજાયો.. ~ #369News

પાટણની રામકૃપા સોસાયટીમાં છોકરી ભગાડવાની બાબતે પડોશીઓ બાખડયા..

બન્ને પક્ષે સામસામી પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ...

ધારણોજ ના સેવા ભાવી યુવા કાર્યકર મોહન ભાઈ રબારીનું પાટણ ક્રિષ્ના ગ્રુપે ગીતા નું પુસ્તક અર્પણ કરી બહુમાન કર્યું..

ધારણોજ ના સેવા ભાવી યુવા કાર્યકર મોહન ભાઈ રબારીનું પાટણ ક્રિષ્ના ગ્રુપે ગીતા નું પુસ્તક અર્પણ કરી બહુમાન કર્યું.. ~ #369News