પાટણ તા. ૨
પાટણની ફતેહસિંહ રાવલાઈબ્રેરી માં મને જાણો કાર્યક્રમ અંતર્ગત ‘ધર્મ એક વિજ્ઞાન’ વિષય ઉપર રવિવારે સિધ્ધપુર સાહિત્ય વર્તુળના પ્રમુખ અને કથાકાર શ્રીકાંતભાઈ દવે દ્વારા સુંદર વકતવ્ય આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રીકાંતભાઈ દવેએ વ્યાસજીનાં વેદો પુરાણો થી શરુ કરી પૂજા- પાઠ, સનાતન ધર્મનાં સિધ્ધાંતો અને મૂલ્યોમાં કેવી રીતે ધાર્મિક અને વૈજ્ઞાનિક મૂલ્યો રહેલા છે તે વિશે જુદાજુદા દ્રષ્ટાંતો, શ્લોકો દ્વારા સરળ શૈલીમાં સમજ આપવામાં આવી હતી.
આ પ્રસંગે લાઈબ્રેરીના પ્રમુખ દ્વારા સંસ્થાના કાર્યોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મને જાણો કાર્યક્રમમાં સિધ્ધપુર સાહિત્ય વર્તુળ નાં ઉપપ્રમુખ રાકેશભાઈ રાવલ, કું.નીરજાબેન ઠાકર, અરુણ ભાઈ પાધ્યા, મહેન્દ્રભાઈ ખમાર, રેખાબેન દવે, તથા હંસાબેન શુક્લ એ ઉપસ્થિત રહી લાઇબ્રેરીનાં કાર્યક્રમોની માહિતી મેળવી કાર્યક્રમને માણ્યો હતો. વકતાનો પરિચય નગીન.ભાઈ ડોડીયાએ આપ્યો હતો. જયારે આભારવિધી મહાસુખભાઈ મોદીએ કરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી