fbpx

પાટણમાં લીલીવાડી ચાર રસ્તા પર સર્કલ બનાવી સંત રવિદાસ બાપુની પ્રતિમા મુકવા માટે પાલિકાની લીલી ઝંડી..

Date:

પાટણ તા. 29
પાટણ શહેરના ચાણસ્મા હાઈવે પર આવેલ લીલીવાડી ચાર રસ્તા ઍ સર્કલ બનાવી સમાજના દાતાઓ, શ્રેષ્ઠીઓ તેમજ સામાજિક અને રાજકીય આગેવાનોના સહયોગથી સંત શિરોમણી શ્રી રવિદાસ બાપુ ની પ્રતિમા મુકવા જગ્યા ફાળવવામાં આવે એવી રજૂઆત સંત શિરોમણી શ્રી રવિદાસ મેમોરિયલ ટ્રસ્ટ રવિધામ, પાટણ દ્રારા પાટણ કલેકટર તેમજ પ્રમુખ પાટણ નગરપાલિક ને લેખીત રજુઆત કરવામાં આવી હતી

જે અન્વયે પાટણ નગરપાલિકા ની મળેલ સામાન્ય સભા માં નગર સેવક દ્રારા એજન્ડા ક્રમાંક 39 થી પાટણ શહેરના ચાણસ્મા હાઈવે પર આવેલ લીલીવાડી ચાર રસ્તા પર સર્કલ બનાવી સંત શિરોમણી શ્રી રવિદાસ બાપુ ની પ્રતિમા મુકવા જગ્યા ફાળવવાની બાબત રજૂ કરાઈ હતી.

જે સામાન્ય સભા એ આર એન્ડ બી ની મંજૂરીની અપેક્ષાએ મંજૂર કરાઈ હતી.અત્રે ઉલ્લેખનીય છેકે રોહિત સમાજની છાત્રાલયના ભૂમિપૂજન માટે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ પાટીલ પાટણ ખાતે આવેલ હતા ત્યારે તેઓએ તેમના વ્યકતવ્યમાં પાટણ ખાતે સંત શિરોમણી શ્રી રવિદાસ બાપુ ની પ્રતિમા પાટણ ના કોઈ ચાર રસ્તા પાસે મુકાય તેવી લાગણી વ્યક્ત કરી હતી

ત્યારે પાટણ શહેરના ચાણસ્મા હાઈવે પર આવેલ લીલીવાડી ચાર રસ્તા ઍ સંત શિરોમણી શ્રી રવિદાસ બાપુ ની પ્રતિમા મુકવા પાલિકા દ્રારા જગ્યા ફાળવવાની લીલી ઝંડી મળતાં રવિ ધામ મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત સમગ્ર સમાજમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હોવાનું સમાજના અગ્રણી નરેન્દ્રભાઈ પરમારે જણાવ્યું હતું

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની તપોવન સ્કૂલના વિદ્યાર્થીઓએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી..

વિદ્યાર્થીઓએ પોતાના શરીરને તંદુરસ્ત અને મસ્ત રાખવા નિયમિત યોગ-...