સરસ્વતીના વાગડોદ ગામે આવેલ દૂધેશ્વરી માતાજીનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો…

પાટણ તા. ૧૪
પાટણના સરસ્વતી તાલુકાના વાગડોદ ગામમાં બિરાજમાન ભરસાડીયા પાટીદાર પરિવારોના કુળદેવી શ્રી દુધેશ્વરી માતાજી નો પ્રતિષ્ઠા મહોત્સવની મંગળવારે ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિર પરિસરમાં મહાયજ્ઞ, ભોજન સમારંભ તેમજ પરિવારના તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો.

સરસ્વતી તાલુકાના વાગડોદ ગામે બિરાજમાન ભરસાડીયા પાટીદાર પરિવારના કુળદેવી શ્રી દુધેશ્વરી માતાજીના પ્રતિષ્ઠા દિવસે મહાયજ્ઞના મુખ્ય યજમાન તરીકે મિતુલભાઈ ભગાભાઈ ગણેશભાઈ ભરસાડીયા રવદ, શ્રીફળ હોમવાના યજમાન તરીકે ગોવાભાઇ પરમાભાઈ ભરસાડીયા પરિવાર ગઢ લાભાર્થી બન્યા હતા.

જ્યારે ધ્વજા દંડ ચઢાવવા નાગરભાઈ કરસનભાઈ ભરસાડીયા ખસા તેમજ આરતી ઉતારવાનો લ્હાવો રમેશભાઈ ગોવાભાઇ ભરસાડીયા પટોસણ એ લાભ લીધો હતો. જ્યારે ભોજન સમારંભ ના મુખ્ય દાતા તરીકે શિવરામભાઈ ગણેશભાઈ ભરસાડીયા મડાણાએ લાભ લીધો હતો.

આ પ્રસંગે ભરસાડીયા પાટીદાર પરિવારોની વાર્ષિક સાધારણ સભા પણ મંદિરના સભાગૃહમાં યોજાઈ હતી. જેમાં આવતા વર્ષે યોજાનાર પ્રતિષ્ઠા દિવસના વિવિધ ચઢાવવાની બોલી લગાવાઇ હતી. આ ઉપરાંત ભરસાડીયા પરિવારના શૈક્ષણિક મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ ને ઇનામ અને રોકડ આપી સન્માન કરવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. સમગ્ર પ્રસંગ માં પરિવારના મોભીઓ અને સમિતિ સભ્યો શંકરભાઈ, ધુળાભાઈ, લક્ષ્મણભાઈ, અશોકભાઈ, રમેશભાઈ, પ્રફુલભાઈ સહિત પરિવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.