fbpx

પાટણ શહેરમાં વરસાદમા ધોવાણ થયેલા માર્ગોનું પાલિકા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરાયું..

Date:

પાટણ તા. 6
પાટણ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારના માર્ગો નું ધોવાણ થતાં અને માર્ગો પર મસ મોટા ખાડા પડી જતા માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓમાં અકસ્માતની સંભાવનાઓ સેવાઈ રહી હતી. ત્યારે શુક્રવારે બંધ રહેલા વરસાદને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગો પર પડેલા ખાડાઓનું પુરાણ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના પ્રથમ રેલવે ગરનાળા પાસે પડેલા માર્ગ પરના ખાડાઓનું રોડા કોંકરેટ અને બ્લોક દ્વારા પુરાણ કરી માર્ગને સમતળ બનાવવામાં આવ્યો હતો.

પાલિકા તંત્રના કર્મચારીઓ દ્વારા હાથ ધરાયેલી ખાડા પુરાણની રેલવેના પ્રથમ ગરનાળા પાસે ચાલતી કામગીરીનું પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, ઉપપ્રમુખ હિનાબેન શાહ, બાંધ કામ કમિટીના ચેરમેન મહેશભાઈ પટેલ, ભૂગર્ભ શાખાના ચેરમેન પ્રવિણા બેન પ્રજાપતિ સહિતના ઓએ ઉપસ્થિત રહી કામગીરી નું નિરીક્ષણ કરી કર્મચારીઓને ખાડાઓનું સુવ્યવસ્થિત રીતે પુરાણ થાય તે માટે જરૂરી સૂચનો કર્યા હતા.

પાલિકા પ્રમુખે વરસાદના કારણે પડેલા ખાડાઓની હાથ ધરાયેલી પુરાણ કામગીરીને લઈને જણાવ્યું હતું કે ટૂંક સમયમાં પાલિકા તંત્ર દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં પડેલા ખાડાઓનું પુરાણ કરી વરસાદ સંપૂર્ણપણે બંધ રહેતા જે જે વિસ્તારમાં જરૂરિયાત જણાય તે વિસ્તારમાં ડામર રોડ ની કામગીરી પણ હાથ ધરવામાં આવનાર હોવાનું  જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

સરદાર ધામ સંચાલિત મહેસાણા ખાતે યોજાનાર ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન અંતર્ગત પાટણ ખાતે બેઠક મળી..

સરદાર ધામ સંચાલિત મહેસાણા ખાતે યોજાનાર ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન અંતર્ગત પાટણ ખાતે બેઠક મળી.. ~ #369News

ચૈત્ર સુદ આઠમના પવિત્ર દિવસે પાટણના ભૈરવ રોડ પર આવેલા શ્રી ખોડીયાર માતાજીના મંદિર પરિસર ખાતે એક કુંડી યજ્ઞ કરાયો..

ગોપાલસિંહ ગંગાસિંહ રાજપુત પરિવારના યજમાન પદે યોજાયેલા યજ્ઞના દશૅન-પ્રસાદ...

પાટણ જિલ્લા અને શહેરમાં રમઝાન ઇદની અલ્લાહ ની બંદગી સાથે ઉજવણી કરાઈ..

પાટણ જિલ્લા અને શહેરમાં રમઝાન ઇદની અલ્લાહ ની બંદગી સાથે ઉજવણી કરાઈ.. ~ #369News

પાટણ ની બોમ્બે મેટલ શાળામાં શ્રી કૃષ્ણ ના જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી..

પવિત્ર પ્રસંગે જાયન્ટ્સ પાટણ દ્રારા શાળા પરિવાર ને ૧૨...