ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 નું ઓનલાઈન પરિણામ જાહેર કર્યા બાદ વિદ્યાર્થીઓને ઓરીજનલ માર્કશીટ આપવાની કામ ગીરી તા.17 મેં થી શરૂ કરાશે..

યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની કોમન એડમિશન પોર્ટલ પરથી એડમિશન પ્રક્રિયા તારીખ 16 મે થી શરૂ કરાશે..

પાટણ તા. ૧૫
ગુજરાત બોર્ડનું ધોરણ 10 અને 12 નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. તો ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહ નું પરિણામ એક સાથે જાહેર કરવામાં આવ્યું હતું.

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની માર્કશીટ પણ તૈયાર કરવામાં આવી છે. જે ગુરૂવારે સ્કૂલને સોંપવામાં આવશે. સ્કૂલ દ્વારા 17 મે થી વિદ્યાર્થીઓને માર્કશીટનું વિતરણ કરવામાં આવશે. તો બીજી તરફ રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં ધોરણ 12 બાદ પ્રવેશ પ્રક્રિયા માટે કોમન એડમિશન પોર્ટલ GCAS પર રજિસ્ટ્રેશન શરૂ થયું હતું.

16 મે થી એડમિશન પ્રક્રિયા આગળ વધશે. જેમાં વિદ્યાર્થીઓ પોતાના માર્ક્સ અપલોડ કરીને પોતાની પસંદગીની સ્ટ્રીમ એડ કરી શકશે. પ્રથમ વખત કોમન પોર્ટલ પર અલગ અલગ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એક સાથે રજિસ્ટ્રેશન કરી શકશે. ગુજરાત બોર્ડનું ધોરણ 12 સાયન્સનું પરિણામ 9 મે ના રોજ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને 9 મેના રોજ ઓનલાઈન પરિણામ મળી ચૂક્યું છે.

ત્યારે હવે વિદ્યાર્થીઓને 17 મેના રોજ સ્કૂલ માંથી માર્કશીટ આપવામાં આવશે. આ ઉપરાંત ગુજકેટની પણ માર્કશીટ સ્કૂલ માંથી આપવામાં આવશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા બુધવારે પાટણ શિક્ષણ વિભાગ ને ધો 12 સાયન્સ અને ગુજકેટ ની માર્કશીટ મોકલી આપવામાં આવી હોય આવતી કાલે ગુરૂવારે તા. 16 મેં ના રોજ શહેર ની વી.કે.ભુલા સ્કૂલ ખાતે થી જિલ્લા ની તમામ શાળા ઓમાં વિતરણ કરવામાં આવશે. ત્યારબાદ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને માર્કશીટનું વિતરણ કરવામાં આવશે તેવું પાટણ જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરી એ જણાવ્યું હતું.