સિધ્ધપુર સિવિલ હોસ્પીટલ ના તત્કાલીન સારવાર વિભાગ માં ફીટ કરેલ એસી ના કોમ્પ્રેસરમાં આગ લાગવા ની ઘટના સર્જાતા અફરા તફરી મચી.

પાટણ તા. ૧૫
પાટણ જિલ્લાની સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં ના તત્કાલીન સારવાર વિભાગમાં બુધવારે વહેલી સવારે એ.સી.ના કોમ્પ્રેસર માં આગ લાગતા ઈમરજન્સી વિભાગમાં અફરા તફરી નો માહોલ સર્જાયો હતો.

જોકે કોમ્પ્રેસરમાં લાગેલી આગના કારણે ધુમાડાના ગોટેગોટા ઈમરજન્સી વિભાગમાં ફેલાતા ઘડીભર માટે ભયનો માહોલ છવાયો હતો જોકે ત્યારબાદ કોમ્પ્રેસરમાં લાગેલી આગને ઓલવી દેવાતા સિવિલ સત્તાધીશો એ તેમજ ઈમરજન્સી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ રાહત અનુભવી હતી.તો
સિધ્ધપુર સિવિલ હોસ્પિટલના તત્કાલીન સારવાર કેન્દ્ર માં કોઈ દર્દી ના હોવાના કારણે જાન હની ટળી હતી.

આ બાબતે મળતી માહિતી મુજબ સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં બુધવારે વહેલી સવારે તત્કાલીન સાર વાર વિભાગ ફિટ કરેલા એસી ના કોમ્પ્રેસર માંથી કોઈ કારણોસર ધુમાડાના ગોટે ગોટા નીકળવા ની સાથે આગ લાગતા અફરા તફરી મચી હતી .

જોકે તાત્કાલિન સારવાર કેન્દ્ર માં ફરજ બજાવતા કર્મચારીઓની સમય સુચકતાને લઈને એસીના કોર્પોરેશનમાં લાગેલી આગ પર કાબુ લેવાતા સિવિલ સત્તાધીશો એ રાહત અનુભવી હતી.

તત્કાલીન સારવારી વિભાગમાં આ સમયે કોઈ દર્દી ના હોવાના કારણે જાન હાની ટળી હતી. તો આગ પર કાબુ મેળવતા કર્મચારીઓ અને સ્ટાફ સહિત સિવિલ સત્તાધીશો એ રાહત નો શ્વાસ લીધો હતો.