હેમચંદ્રાચાર્ય ઉ. ગુ. યુનિ. દ્વારા સ્નાતક – અનુસ્નાતક પરીક્ષાના પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ.

પાટણ તા. ૧૫
હેમચંદ્રાચાર્ય ઉ. ગુ.યુનિ. દ્વારા વાર્ષિક પરીક્ષાના પરિણામો જાહેર કરવાની પ્રક્રિયા બુધવારથી શરૂ કરવામાં આવી છે. જેમાં બી કોમ સેમ 6 અને એમ. એ અને એમ. કોમ સેમ 4 ના પરિણામ બુધવારે જાહેર કરવામાં આવ્યાં હોવાનું યુનિવર્સિટી પરિક્ષા વિભાગના નિયામકે જણાવ્યું હતું.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમ ની વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થતા તેના પરિણામો ઝડપથી જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

ત્યારે સૌપ્રથમ ઝડપથી અંતિમ વર્ષના છાત્રોના પરિણામો વેકેશન પુર્ણ થાય પૂર્વે જ જાહેર કરવા માટેની કામગીરી શરૂ કરી હતી.જેના ભાગરૂપે અંતિમ વર્ષના છાત્રોના પરિણામ બુધવારથી જાહેર કરવાનાં શરૂ કરી દેવામાં આવ્યા છે.

બુધવારે બી.કોમ સેમ 6 તેમજ એમ.એ અને એમ. કોમ સેમ 4 ના ત્રણ અભ્યાસ ક્રમના છાત્રોના પરિણામ યુનિવર્સિટી ના પરીક્ષા વિભાગ દ્વારા ઓનલાઇન જાહેર કરી દેવામાં આવ્યા છે. તો બી.એ સેમ 6 ના પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા પણ તૈયાર કરવામાં આવી હોય આ સપ્તાહના અંત સુધીમાં તે પરિણામ પણ જાહેર કરી દેવાશે તેવું યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ ના સૂત્રોએ જણાવ્યું હતું.