રાધનપુરના સુબાપુરા સીમ માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેતી પાટણ એલ સી બી ટીમ..

પાટણ એલસીબી પોલીસે બાતમીના આધારે રાધનપુરના સુબાપુરા ની સીમ માંથી વિદેશી દારૂ નો જથ્થો ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રવિન્દ્ર પટેલ ના ઓ એ પાટણ જીલ્લામાંથી પ્રોહી. લગતની ગે.કા.પ્રવૃતિ દુર કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી ઈન્ચાર્જ પીઆઈ વી.આર.ચૌધરીના માર્ગદશન હેઠળ એલ. સી. બી. પોલીસ સ્ટાફના માણસો રાધનપુર પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી જુગાર લગત પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે સરદારભાઇ ઉર્ફે સદાજી વિરમભાઇ ઠાકોર રહે. સુલતાનપુર, સુબાપુરા સીમ તા.રાધનપુર જી.પાટણવાળો સુબાપુરા સીમમાં આવેલ પોતાના ખેતરમાં બનાવેલ કબજા ભોગવટાવાળા રહેણાક મકાનમાં ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવી વેચાણ કરી રહેલ છે જે બાતમી આધારે પંચોના માણસો સાથે એલસીબી ટીમે રેડ કરતા આરોપીના કબજા ભોગવટાવાળા રહેણાક મકાનની ઓસરી માંથી તથા ખેતર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી અલગ અલગ બ્રાન્ડની બોટલો/બીયર નંગ-૨૮૮ કી.રૂ.૨૮૭૦૪/-નો પ્રોહી મુદ્દામાલ મુકી સરદારભાઇ ઉર્ફે સદાજી વિરમભાઇ ઠાકોર રહે. સુલતાનપુર તા.રાધનપુર
વાળો હાજર મળી ન આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબજે કરી હાજર મળી ન આવેલા સરદારભાઈ વિરુદ્ધ રાધનપુર પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી રાધનપુર પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.