યુએસએ ની યુનિ.ઓફ સધન કેલિફોર્નિયામાં કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રીમા એ-ગ્રેડ પ્રાપ્ત કરતો પાટણ નો નેમિલ શાહ…

પાટણ તા. ૧૫
મૂળ પાટણના ખેતરવસી ખાતે રહેતા અને ધંધાર્થે મુંબઈ જેવી મહાનગરીમાં વર્ષોથી સ્થાયી થયેલા દિલીપભાઈ રમણલાલ શાહના સુપુત્ર જયેશભાઈ દિલીપભાઈ શાહના ચિ. નેમિલ જયેશભાઈ શાહે યુએસએ ની યુનિવર્સિટી ઓફ સધન કેલિફોર્નિયા ખાતે તાજેતરમાં લેવાયેલ પરિક્ષા મા કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી પાટણ શહેર સહિત સમગ્ર જૈન સમાજ નું નામ શિક્ષણ ક્ષેત્રે વિદેશની ધરતી પર રોશન કર્યું છે.

નેમિલ જયેશભાઈ શાહની શિક્ષણ ક્ષેત્રે મેળવેલી આ સિદ્ધિ બદલ તેના પરિવારના માતા-પિતા વૈશાલી બેન જયેશભાઈ શાહ તેમજ દાદા-દાદી દીનાબેન દિલીપ ભાઈ શાહ સહિતના પરિવારજનો તેમજ જૈન સમાજ દ્વારા શુભેચ્છાઓ પાઠવી ઉચ્ચ કારકિર્દીની સફળતા માટે અભિલાષા વ્યક્ત કરી હતી. વેલ ડન નેમિલ શાહ વેલ ડન…

અહેવાલ યશપાલ શ્યામી