fbpx

પાટણ જિલ્લાના પાંચ તાલુકાના 125 મદ્રેસામાં શિક્ષણ વિભાગ ની જુદી જુદી ટીમ દ્વારા શિક્ષણલક્ષી સરવે ની કામગીરી હાથ ધરાઈ..

Date:

પાટણ તા. ૧૮
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ન્યુ દિલ્હી ના પરિપત્ર આધારે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દરેક જિલ્લા મા આવેલા મદ્રેસાઓમા શિક્ષણલક્ષી સરવે હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત પાટણ જિલ્લામાં પણ શિક્ષણ વિભાગને મળેલ પરિપત્ર આધારે શિક્ષણ વિભાગે પણ જુદી જુદી 50 અધિકારીઓ અને કમૅચારીઓની ટીમો બનાવી પાટણ જિલ્લાના 125 મદ્રેસા ઓના સરવેની કામગીરી હાથ ધરી હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.

પાટણ જિલ્લાના મદ્રેસાઓના સરવે બાબતે વધુ માહિતી આપતા જિલ્લા શિક્ષણ અધિકારી અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં કુલ 125 મદ્રેસાઓના સર્વે માટેની યાદી મળેલી છે જેમાં પાટણ માં 94 સરસ્વતીમાં 18, ચાણસ્મામાં 4 શંખેશ્વરમાં 4 અને સિદ્ધપુરમાં 5 મદ્રેસાની શિક્ષણ લક્ષી સર્વેની કામગીરી શિક્ષણ વિભાગના 50 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ બનાવી શરૂ કરવામાં આવી છે.

જુદી જુદી ટીમો પૈકી એક ટીમ ને ત્રણ ત્રણ મદ્રેશા નો સર્વે કરવાની સુચના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર માં સૂચવેલા જુદા જુદા મુદ્દે કામગીરી સોપવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું. શિક્ષણ વિભાગની ટીમ દ્વારા 125 મદરેસાઓની શિક્ષણ લક્ષી સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ તેનો રિપોર્ટ રાજ્યના શિક્ષણ વિભાગને મોકલી આપવામાં આવનાર હોવાનું પાટણ જિલ્લા શિક્ષણ અધિકારી અશોક ભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના પ્રથમ રેલ્વે ગરનાળા મા રખડતાં ઢોરોના સામ્રાજ્યને કારણે અકસ્માત સજૉવાની ભીતી ..

રખડતાં ઢોરો ની મુશ્કેલીઓ ભોગવતા શહેરીજનોની મુશ્કેલીઓ દુર કરવા...

પવિત્ર શંખેશ્વર ધામમાં હવસ ખોર યુવાને 11 વર્ષની મંદ બુધ્ધી બાળકી સાથે દુષ્કર્મ આચાર્યુ..

શંખેશ્વર પોલીસે નરાધમ ઈસમને ગણતરીના કલાકો માં આબાદ ઝડપી...

પાટણ ઓકસફર્ડ ઇંગ્લિશ સ્કૂલ નું સી.બી.એસ.ઇ.નું સતત 13 મા વર્ષે પણ 100℅ પરિણામ..

પાટણ ઓકસફર્ડ ઇંગ્લિશ સ્કૂલ નું સી.બી.એસ.ઇ.નું સતત 13 મા વર્ષે પણ 100℅ પરિણામ.. ~ #369News

13 વર્ષની સગીરાના બાળલગ્ન કરાવવા મુદ્દે 3 સામે બાળ લગ્ન પ્રતિબંધ કાયદા હેઠળ ગુનો નોંધાયો…

બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીએ સગીરાની માતા, સાસુ અને લગ્ન...