fbpx

ચાણસ્માના બ્રાહ્મણવાડામાં પાવરગ્રીડ વિજ લાઈન નાખવાની કામગીરી યોગ્ય વળતર ન મળતાં ખેડૂતોએ બંધ કરાવી..

Date:

પાટણ તા. ૧૮
ચાણસ્મા સહિત પાટણ જિલ્લામાં પાવરગ્રીડ ની વિજ લાઇન નાખવાનું કામ પુર જોશ માં ચાલી રહ્યું હતું છે. ત્યારે જે ખેડૂતો ના ખેતરમાં મોટા ટાવર જેવા વિજ પોલ નાખવામાં આવી રહ્યા છે. તેવા ખેડૂતોને 2017 મુજબ વળતર ની ચૂંકવણી કરવામાં નહી આવતાં ખેડૂતો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે.

ચાણસ્માના બ્રાહ્મણવાડા સીમ વિસ્તારમાં પાવરગ્રીડ કંપની દ્વારા શનિવારે ટાવર વીજપોલ નાખવાની શરૂઆત કરતાં ખેડૂતો દ્વારા વિરોધ કરવાની સંભાવનાને ધ્યાને લઈ કંપનીના અધિકારી ઓએ પોલીસ પ્રોટેકશન સાથે ટાવર વિજ પોલ નાંખવાની કામગીરી માટે આવી પહોચતા બ્રાહ્મણ વાડા સહિત પાટણ જિલ્લાના 54 ગામના ખેડૂતો એકઠા થઈ વિરોધ પ્રદશિર્ત કરી ઉપસ્થિત કંપનીના અધિકારી અભિષેક સિંગ ને રજુઆત કરી હતી કે હાલ જે વળતર ચૂકવાઈ રહ્યું છે

તે ખુબજ ઓછું છે પરંતુ 2017 ની સાલમા ચુક્વણી કરવામાં આવેલ નુકસાન વળતર મુજબ વળતર ચૂકવવાની માગ કરતાં 20 મી મે ના રોજ અસરગ્રસ્ત ખેડૂતો સાથે ક્લેક્ટર ની મીટીંગ સુધી ટાવર વીજપોલ કામ બંધ રાખવાની કંપનીને ફરજ પડી હોવાનું જાણવા મળ્યું છે.

બ્રાહ્મણવાડાના અસરગ્રસ્ત ખેડૂત દિનેશભાઈ ચૌધરી એ જણાવ્યું હતું કે અમારા ખેતર માંથી પાવરગ્રીડ લાઇન પસાર થવાની છે જેના માટે ટાવર વીજપોલ આવતા હોવાથી 1 વિધા થી વધારે જમીન રોકાય જેનાથી ખેતી માં મોટુ નુક્સાન થઈ શકે છે જ્યારે કંપની દ્વારા 2017 માં જે વળતર આપવામાં આવ્યું હતું

તેના કરતાં 2024 માં ઑછૂં વળતર આપવામાં આવે છે ત્યારે અમારી એક જ માંગ છે 2017 પ્રમાણે વળતરની ચુકવણી કરાય આજે અમો ખેડૂતો એ વિરોધ કરતાં 20 મી મે ના રોજ ક્લેક્ટરે અસર ગ્રસ્ત ખેડૂતો સાથે બેઠક રાખી હોવાથી ત્યાં સુધી વીજ કંપની દ્વાર કામ બંધ રહશે. બાદ માં ક્લેક્ટર ની બેઠકમાં ખેડૂતો તરફી નીર્ણય કરાશે તો વિરોધ પડતો મૂકશે નહી તો ગાંધી ચીંધ્યા માર્ગે અમે અમારી માંગ ચાલુ રાખીશું તેવુ તેમણે જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાષ્ટ્રીય કક્ષાએ પાટણના શિક્ષકોનું સન્માન કરાયું..

રાષ્ટ્રીય કક્ષાએ પાટણના શિક્ષકોનું સન્માન કરાયું.. ~ #369News