fbpx

પ્રિ-મોન્સુન કામગીરી અંતગૅત તંત્ર દ્વારા ચાણસ્માના રૂપેશ્વર રોડ પરના ઝાડી – ઝાંખરા દુર કરાયા…

Date:

પાટણ તા. ૧૪
પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત પાટણ જિલ્લામાં નદી-નાળા, ઝાડી-ઝાંખરા, ખાડા પુરાણ, કેચપીટ – મેઈન હોલ – કાંસની સફાઈ, કેનાલ, તળાવ ઊંડા કરવાની, રસ્તા રીપેરીંગ વગેરેની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રૂપેશ્વર રોડ પર આવેલ ઝાડી-ઝાંખરાને કાઢીને રોડની શુક્રવારે સાફ સફાઈ કરવામાં આવી હતી.

દર વર્ષે ચોમાસા પૂર્વે પ્રિ-મોન્સૂન કામગીરી પ્રત્યેક જિલ્લામાં હાથ ધરવામાં આવતી હોય છે જેને ધ્યાનમાં લઈને આગામી સમયમાં સંભવિત પુર-વાવાઝોડા અને વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લામાં આગોતરી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે શુક્રવારે જેસીબી મશીન ની મદદથી તંત્ર દ્વારા ચાણસ્માના રૂપેશ્વર રોડ પરના ઝાડી ઝાંખરા દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ નગરપાલિકા દ્વારા વોડૅ નં.૮ ના નિલમ સિનેમા વિસ્તારના માગૅ નું પેચવર્ક કરવાની માગ ઉઠી..

ઉબડ-ખાબડ બનેલ માગૅ પર અગાઉ અકસ્માતમાં મુસ્લિમ અગ્રણીએ જીવ...