બનાવવાની જાણ પાલિકા પ્રમુખને થતા જેસીબી મશીન સાથે કર્મચારીઓને મોકલી માર્ગ પરથી વૃક્ષને હટાવી માર્ગ ખુલ્લો કરાયો..
વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સમયે માર્ગ પરથી કોઈની અવર-જવર ન હોય જાન હાની ટળતા રહિશો સહિત પાલિકા તંત્ર એ હાશકારો અનુભવ્યો..
પાટણ તા. ૧૮
પાટણ શહેરના આનંદ સરોવરના પાછળના ભાગે વર્ષો જૂનું વૃક્ષ શનિવારના રોજ અચાનક ધારાશાયી બનતા માગૅ બ્લોક થઈ ગયો હતો તો અચાનક પડેલા વૃક્ષના અવાજથી આજુબાજુના વિસ્તારના રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. જોકે આ બાબતની જાણ પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલ બેન પરમારને થતા તેઓએ તાત્કાલિક નગરપાલિકાના જેસીબી સાથે કર્મચારીઓને કામે લગાડી રોડ પર પડેલા ઘટાદાર વૃક્ષને જેસીબી મશીન વડે દૂર કરી માર્ગને ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ જર્જરિત બનેલ વૃક્ષ ધરાશાયી બનવાની ઘટના સમયે માર્ગ પર કોઈ ની અવર જવર ન હોવાના કારણે જાનહાની ટળી હોય વિસ્તારના રહીશો સહિત પાલિકા તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો.
અહેવાલ યશપાલ શ્યામી