પાટણ તા. ૧૮
આજથી આઠ વર્ષ અગાઉ પાટણ શહેર બી ડીવી પો.સ્ટેમાં નોધાયેલ ડમ્પર ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી તેમજ ઇન્શયોરન્સ કંપની સાથે કરેલ ફ્રોડના ગુન્હામાં તથા ચીટીંગના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પાટણ એસ.ઓ.જી ટીમે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.
આ બાબતે મળતી હકીકત મુજબ પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ પાટણ નાઓએ મિલ્કત સંબંધી અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોઇ જે આધારે આર.જી.ઉનાગર ઇન્ચાર્જ પો.ઇન્સ એસ.ઓ.જી શાખા પાટણ નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ની ટીમ પાટણ શહેર વિસ્તારમાં એસ.ઓ.જી લગત તથા મિલક્ત સબંધી ગુનાઓની કામગીરી સારૂ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, પાટણ સીટી બી ડીવી પો.સ્ટે ગુ૨નં.૫૦/૨૦૧૬ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબના કામેના ફરી ના ડમ્પરની ચોરી થયેલ તે અંગેની ફરી.એ ફરીયાદ આપેલ હોઇ જે ગુના કામે ફરી
એ પોતે તે ડમ્પર અન્ય જગ્યાએ છુપાવી વિમા કંપનીમાંથી વિમાનો કલેઇમ કરવા સારૂ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ હોઇ તેમજ સદર ગુનાના કામેના ડમ્પરમાં બીજું ડમ્પર વેચાણ રાખી તેની નંબર પ્લેટ પોતાના ચોરી થયેલ ડમ્પરમાં લગાડી ચોરી થયેલ ડમ્પરમાં વેચાણ રાખેલ ડમ્પરના એન્જીન તથા ચેચીસ નંબર છપાવીને ચલાવતો હોઇ અને હાલમાં તે ડમ્પર લઇને સરસ્વતી નદીના પુલ તરફથી પાટણ આવી રહેલ છે
જે હકિકત આધારે નજીક માંથી બે રાહદારી પંચોના માણસો બોલાવી પંચોને હકિકતથી વાકેફ કરી સાથેના પોલીસ સ્ટાફના માણસો દ્રારા નાકાબંધી કરી સદર હકીકત વાળુ ડમ્પર પકડી પાડી પકડેલ ઇસમ ને સદર ડમ્પર બાબતે પુછતાછ કરતાં મજકુર ઇસમે જણાવેલ કે,સને ૨૦૧૬ની સાલમાં પોતાના નામ નું ડમ્પરરજી.નંબર-GJ-24-V-8100 વાળુ હોઇ જેના હપ્તા પોતાના થી ભરાતા ન હોઇ જેથી પોતે પોતાનું ડમ્પરરજી.નંબર-GJ-24-V-8100 વાળુ ચોરાયેલ છે જે બાબતે પાટણ સીટી બી ડીવી. પો. સ્ટે. ગુ. ર. નં. ૫૦/૨૦૨૧૬ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબનો ગુનો રજી. કરાવેલ છે .
અને સદર ચોરી થયેલ ડમ્પરને સુરત ખાતે લઇ જઇ દિનેશભાઇ ગણેશભાઇ પ્રજાપતિ રહે કટેશ્વર ફળીયું, કામરેજ ગામ તા કામરેજ જિ. સુરત વાળા નું ડમ્પર નંબર-GJ-21- T-4379 વાળુ પોતાની પત્ની સરોજબેન શૈલેષભાઇ પ્રજાપતિ રહે. કિમ્બુવા તા સરસ્વતી જિ પાટણવાળીના નામે વેચાણ લઇ તેની આર સી બુકના આધારે ચોરી થયેલ ડમ્પરનં.GJ-24-V-8100 વાળાને સુરતના ઉધોગ નગર ખાતે આવેલબ્રિજેશ પાસવાન ઉર્ફે દાઢી મો નં ૮૨૬૪૩૮૧૧૨૧, ૬૩૫૨૭૯૯૦૯૩ વાળા વેલ્ડીંગનું કામ કરતો હોઇ તેની પાસે લઇ જઇ જેમાં ચેચીસનંબર-WF H10 9949 વાળા છપાવેલ અને એન્જીન નંબર ભુસાવી નાખેલ અને ડમ્પર નં.GJ-21-T-4379 વાળું ભંગારમાં આપી દિધેલ અને ડમ્પર રજી.નંબર-GJ-24-V-8100 વાળામાં GJ-21-T-4379 નું આર.ટી.ઓ.માં રજીસ્ટ્રેશન કરાવેલ છે
અને પોતે પાટણ સીટી બી ડીવીઝન પોસ્ટે ગુર.નં.૫૦/૨૦૨૧૬ ઇીપ.કો કલમ-૩૭૯ મુજબની ડમ્પરની ચોરી થયેલની ફરીયાદ દાખલ કરાવીને સદર ડમ્પરના વિમા પોલીસી આધારે વિમા કંપનીમાંથી વિમા કલેઇમ રૂ.૨૬,૦૦,૦૦૦/-નો મંજુર કરાવેલ હોવાનું જણાવતો હોઇ જેથી સદરી ઇસમને સી.આર.પી. સી કલમ-૪૧ (૧) ડી મુજબ અટક કરી આગળની ઘટીત કાર્યવાહી કરવા સારૂ પાટણ સીટી બી ડીવી પો સ્ટે સુપરત કરવામાં આવેલ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.
પકડાયેલ આરોપી શૈલેષભાઇ હરગોવનભાઇ લવજીદાસ પ્રજાપતિ રહે મુળ કિમ્બુવા તા. સરસ્વતી જિ. પાટણ હાલ રહે.કામરેજ,દાદાભગવાનના મંદીરની સામે હાઇવે ફળીયું તા.જિ.સુરત ને ડમ્પર સાથે અટકાયત કરીગુનામાં સંડોવાયેલાઆરોપી બ્રિજેશ પાસવાન ઉર્ફે દાઢી ને ઝડપી લેવા ચક્રોગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ શ્યામી