શાહૂપુરા કંપા ખાતે પાટણ સાંસદ ભરતસિંહ ડાભી દ્રારા આયોજિત ૨૨ મા સમૂહ લગ્ત્સવ મા ૭૭ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં..

પાટણ તા. ૧૯
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ વિકાસ મંચ -ડભોડા (તારંગા) નાં આદ્ય સ્થાપક અને પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા શાહૂપુરા (કંપા) મુકામે 22 માં શાહી સમુહલગ્નનું રવિવારે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમુહલગ્નમાં કુલ ૭૭ નવદંપતીઓએ જોડાઈ સમાજની સાક્ષીએ અને સમાજના રિતરિવાજ મુજબ ભૂદેવો ના મંત્રોચ્ચાર સાથે પ્રભુતામાં પગલાં પાડયાં હતાં.

આ સમૂહ લગ્ન ના આયોજન ની સાથે સાથે સમાજના ધોરણ 12 સાયન્સ માં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર દીકરા-દીકરીઓને સન્માનવાનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો.જેમા સમાજના સૌ આગેવાનો, વડીલોએ તેજસ્વી તારલાઓને મોમેન્ટ ગિફ્ટ આપી તેમના સુંદર ભવિષ્ય માટે કામના વ્યકત કરી પ્રોત્સાહિત કર્યા હતાં.

શાહૂપુરા કંપા ખાતે ભરતસિંહ ડાભી દ્વારા આયોજિત સમૂહલગ્ન અને તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાના આ ક્રાર્યંક્રમમા અલ્પેશજી ઠાકોર, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો.. દશરથજી ઠાકોર સહિત સમાજના આગેવાનો સાથે વિશાળ સંખ્યામાં ઠાકોર સમાજના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને રૂડા આશીર્વાદ સાથે તેજસ્વી તારલાઓને ઉજજવળ ભવિષ્ય માટે ની શુભેચ્છાઓ પાઠવી હતી.