fbpx

બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ ના યુવા સંગઠન દ્વારા 2600 મહિલાઓનું સ્ક્રીનીંગ અને 600 દિકરીઓને સવૉઈકલ ની રસી આપવામાં આવી..

Date:

પાટણ તા. 19
પાટણ, મહેસાણા, બ.કાં. જિલ્લાના 53 ગામોમાં રહેલા બેતાલીસ લેઉવા પાટીદારોના યુવા મંડળ પાટણ ને દસ વર્ષ પૂર્ણ થતા દશાબ્દી મહોત્સવ અંતર્ગત આ મંડળે સમાજમાં આરોગ્ય, શિક્ષણ અને વ્યસન મુક્તિ માટે કામ કરવાનો નિર્ધાર કર્યો છે.

તેના ભાગરૂપે રવિવારે સર્વાઇકલ વેક્સિન અને ગર્ભાશય કેન્સરનો ટેસ્ટ કરવા માટે અંદાજીત રૂ 25 લાખ ના ખર્ચે મેઘા કેમ્પ કરવામાં આવ્યો હતો. જેમાં 42 લેઉવા પાટીદાર સમાજ ની 2400 થી વધુ મહિલા
ઓનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યુ હતું.તો સમાજ ની 600 થી વધુ દીકરીઓ ને ગર્ભાસય ના કેન્સર પ્રતિરોધક રસી આપવામાં આવી હતી..

સાંજે ઉત્તર ગુજરાતમાં સૌથી મોટો 40 ફૂટ ઊંચો એકતા લાડુ બનાવવામાં આવેલ. તેમાં સમાજની એકતા અને વ્યસન મુક્તિ માટેનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. પાટણ તાલુકાના સંડેર ખાતે ખોડલધામ ભૂમિ પૂજન કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે મહિલાઓમાં થઈ રહેલા સર્વાઇકલ કેન્સર ની ચિંતા કરવા સમાજો ને ટકોર કરી હતી ત્યારબાદ પાટીદાર સમાજોમાં સર્વાઇકલ વેક્સિન અને ગર્ભાશયના કેન્સરના નિદાન માટેની કામગીરી શરૂ થઈ છે.

ત્યારે વર્ષ 2014 માં માત્ર 50 યુવાનોથી શરૂ થયેલા 42 લેઉવા પાટીદાર યુવા મંડળ પાટણ દસ વર્ષમાં સમાજના 2200 યુવાનોનું મંડળ બન્યું છે.તેના દશાબ્દિ મહોત્સવ અંતર્ગત સમાજની બહેન દીકરીઓના આરોગ્યની ચિંતા કરી રવિવારે પાટણ ના લેમોનેટ ફોર્મ પાયોનિયર સ્કૂલ ખાતે 42 લેઉવા પાટીદાર યુવા મંડળ દ્વારા સર્વાઇકલ કેન્સરની વેક્સિન અને તેના નિદાન માટે મેઘા કેમ્પનું આયોજન કર્યું હતું.

જેમાં સમાજની 9 થી 14 વર્ષની 600 થી વધુ દીકરીઓને સર્વાઇકલ કેન્સરની વેક્સિન આપવામાં આવી હતી.જયારે સમાજ ની 25 થી 65 વર્ષની 2400 થી વધુ મહિલાઓને ગર્ભાશયના મુખના કેન્સરનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 53 ગામની દિકરીઓને સવૉયકલ ની રસી આપવામાં આવી હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.

42 લેઉવા પાટીદાર યુવા મંડળ દ્વારા 42 સમાજ ના આગેવાનો અને દાતા ના હસ્તે સર્વાઇકલ કેન્સર
ની વેક્સિન અને તેના નિદાન માટેના મેઘા કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર સમાજ ના ડોકટરો સહિત સમાજ ના યુવાનો આ સેવા કાર્ય માં જોડાયા હતા.આ કેમ્પ પાછળ અંદાજીત રૂ.25 લાખ નો ખર્ચ કરવામાં આવ્યો હતો.

આ કેમ્પ માં 15 ગાયનેક ડોકટર ,5 એમબીબીએસ ડોક્ટર,5 પીડિયાટ્રિક્સ ડોક્ટર ,55 નર્સ અને 70 સ્વયમ સેવિકા બહેનો ખડે પગે ઉભી રહી સેવા બજાવી હતી.દિવસ દરમ્યાન સમાજ ની દીકરીઓ અને મહિલા ઓ ને સર્વાઇકલ કેન્સરની વેક્સિન અને તેના નિદાન માટે મેઘા કેમ્પ ચાલ્યો હતો.

42 ગામ લેઉવા પાટીદાર યુવા મંડળ દ્વારા સાંજે ઉત્તર ગુજરાતમાં સૌથી મોટો 55 મણ નો 40 ફૂટ ઊંચો અને 50 બાય 50 ના ઘેરાવામાં એકતા લાડુ પાટણના લેમોનેટ ફાર્મ ખાતે બનાવવામાં આવ્યો હતો.એકતા લાડુ ના સ્વરૂપે વ્યસન મુક્તિ, સ્ત્રીભ્રુણ હત્યા ના સંકલ્પ ગ્રહણ કરવામાં આવ્યાં હતાં.

અને સમાજની એકતા માટે હાકલ કરાઈ હતી.તો સમાજમાં સરકારી નોકરી મેળવનાર યુવાઓ, યુવતીઓ સહિત દાતાઓને સન્માનિત કરી સમાજ ઉત્થાન ની ભાવનાને ઉજાગર કરવા અપીલ કરવામાં આવી હતી.

પાટણ બેતાલીસ લેઉવા પાટીદાર યુવા સંગઠનના દશાબ્દી વષૅની ઉજવણી અંતગૅત તૈયાર કરવા માં આવેલ એકતા લાડુ નો પ્રસાદ સોમવારે સમાજ ની 200 થી વધુ મહિલાઓ દ્રારા પેકિંગ કરી સમાજ ના 200 થી વધુ યુવાનો દ્વારા તેના વિતરણની કામગીરી કરાશે.આ એકતા લાડુની પ્રસાદ 42 લેઉવા પાટીદાર સમાજના ધરે ધરે તેમજ અમેરિકા,કેનેડા,ઓસ્ટ્રેલિયા,લંન્ડન સહિત ભારતભરમાં રહેતાં સમાજના દરેક ઘરે મોકલવામાં આવનાર હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં દાતાઓ, વરિષ્ઠ વડીલો, આગેવાનો સહિત 8000 થી વધુ 42 લેઉવા પાટીદાર સમાજ ના લોકો જોડાયાં હતા અને સમાજના યુવા સંગઠનના આયોજન ની મુકત મને સરાહના કરી હતી. દશાબ્દી મહોત્સવ ની ઉજવણી ના ઉપલક્ષ્યમાં આયોજિત આ કાર્યક્રમ ને સફળ બનાવવા 42 લેઉવા પાટીદાર સમાજ યુવા સંગઠનના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, ખજાનચી સહિત ના સભ્યો એ ભારે જહેમત  ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related