આખલા યુદ્ધ ને શાત કરવા લારી ચાલકોએ લાકડીનો મારો ચલાવવા આખલાઓ વિસ્તાર છોડી ભાગતાં લોકોએ રાહતનો દમ લીધો..
પાલિકાની રખડતાં ઢોર ને ડબ્બે કરવાની ઝુંબેશ ફકત કાગળ પરની હોવાનો શૂર ઉઠ્યો..
પાટણ તા. ૨૧
પાટણ નગર પાલિકા ની રખડતાં ઢોર ડબ્બે કરવાની ઝુંબેશ ફકત કાગળ પરની હોય તેવી પ્રતિતી પાટણ શહેરના જાહેર રસ્તાઓ પર અવાર-નવાર જોવા મળતા આખલા યુદ્ધ ના દ્રશ્યો પરથી લાગી રહ્યું છે. પાટણ શહેરના હિંગળા ચાચર ચોક માં ગતરોજ સાંજ ના સમયે બે અખલાઓ નું યુદ્ધ જામતાં ભરચક એવા હિગળા ચાચર વિસ્તારમાં હડકંપ મચી જવા પામી હતી.
લોકો ની ભારે અવર જવર વાળા હિગળાચાચર વિસ્તાર માં જામેલા આખલા યુદ્ધ ને લઇ લોકો ભયમાં મુકાયાં હતાં ત્યારે આ આખલા યુધ્ધ ને શાત પાડવા વિસ્તારમાં ઉભા રહેતા લારી ચલાકો એ લાકડી ના માર થી લડતા આખલા ઓને વિસ્તાર માથી ભગાડતા આ વિસ્તારના વેપારીઓ સહિત રાહદારીઓએ રાહત નો દમ લીધો હતો.
પાટણ શહેરના જાહેર માગૅ પર અવાર નવાર જોવા મળતા આખલા યુદ્ધ ના બનાવોને લઈને પાટણ પાલિકા ની રખડતા ઢોરોને ડબ્બે કરવાની કામ ગીરી સામે પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો અને પાલિકાની ઢોર ડબ્બે કરવાની કામગીરી ફક્ત કાગળ પર હોવાનો ગણગણાટ પણ લોકો મા સાભળવા મળ્યો હતો.
અહેવાલ યશપાલ શ્યામી