મોતના મુખમાંથી પરત આવેલા દર્દી સહિત પરિવારજનોએ ધારપુર હોસ્પિટલના તબીબો અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો..
પાટણ તા. ૪
પાટણની ધારપુર હોસ્પિટલના આઇસીસી વિભાગ ના તબીબ ડો. મેહુલભાઈ પટેલ અને આઈસીયુ વિભાગમાં ફરજ બજાવતા ઈન્ચાર્જ નરેન્દ્ર યાદવ ની તબીબી સારવાર થી ગાંધીધામ ના ધનુરવા ગ્રસ્ત પ્રજાપતિ દર્દીને નવજીવન મળતા દર્દી સહિત પરિવારજનો એ ધારપુર હોસ્પિટલમાં અપાતી તબીબી સારવાર ની સરાહના કરી સ્ટાફ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કેસની મળતી માહિતી મુજબ ગાંધીધામના વતની પ્રજાપતિ કિશનભાઇ ગણપતભાઈ ના પિતા ગણપતભાઈ વીરાભાઇ પ્રજાપતિ ઉંમર વર્ષ 47 જેમણે તારીખ 4/11/23 ના રોજ ગાંધીધામ ખાતે ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવવા માટે લઈ ગયેલ હતા ત્યાં ડોક્ટર દ્વારા જણાવવામાં આવેલું કે દર્દીને ધનુર ની બીમારી થયેલ છે અને આ બીમારી માટે સારવાર ખર્ચ અંદાજિત ૧૦ થી ૧૫ લાખ રૂપિયા થશે ત્યારે આ બાબતે દર્દીના સગા વહાલા દ્વારા જણાવેલ કે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે સરકારી યોજનામાં આ દર્દની સંપૂર્ણ સારવાર મફતમાં થશે જેથી પરિવારજનો દર્દીને લઈને ધારપુર હોસ્પિટલ ખાતે તારીખ 7/ 11/ 2023 ના રોજ લાવેલ જયાં તાત્કાલિક સારવાર વિભાગમાં તેઓની તપાસ કરતા આઈસીસી વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર મેહુલભાઈ પટેલે દર્દીની હાલત ખૂબ જ નાજુક હોય તેઓને સારવાર હેઠળ iccu ના ઇન્ચાર્જ નરેન્દ્રભાઈ યાદવ ની દેખરેખ હેઠળ સારવાર શરૂ કરવામાં આવી હતી અને દર્દી માટે તમામ પ્રકારની સગવડ પૂરી પાડી ડોક્ટર મેહુલભાઈ પટેલના માર્ગદર્શનમાં નર્સિંગ ઇન્ચાર્જ તથા નર્સિંગ સ્ટાફ દ્વારા ખડે પગે સેવા પૂરી પાડવામાં આવતા 20 દિવસ વેન્ટિલેટર પર રાખ્યા બાદ જે પણ દવાની જરૂરિયાત પડી તે તમામ દવાઓ સરકારની યોજના PMJY અંતર્ગત પૂરી પાડવામાં આવી હતી.
તો ધારપુર હોસ્પિટલના સુપ્રીટેન્ડેડ ડો.પારૂલબેન દ્રારા પણ સુંદર સહયોગ મળતા દર્દી 20 દિવસની સારવાર બાદ સ્વસ્થ બનતા સોમવારે તેને ડિસ્ચાર્જ કરવામાં આવતા દર્દી સહિત પરિવારજનો એ ધારપુર હોસ્પિટલના તબીબો અને સ્ટાફ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.