દર રવિવારે વિદ્યુત વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારો માં વીજ મેન્ટેનન્સ ની કામગીરીને લઈને વીજ કાપ અપાતો હોવા છતાં શહેરમાં વીજ ફોલ્ટ ની સમસ્યા જૈસે થૈ..

પાટણ તા. ૨૨
પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં ગતરાત્રિના સુમારે વીજ ફોલ્ટ સર્જાતા અંધાર પટ છવાયો હતો. અને વિસ્તારના લોકો ગરમીમાં શેકાવા મજબૂર બન્યા હતા.જોકે આ વીજ ફોલ્ટ મામલે વીજ કંપની માં જાણ કરાતા તાત્કાલિક કર્મચારીઓએ ધટના સ્થળે દોડી આવી વિજ ફોલ્ટ શોધી પુનઃવિજ સપ્લાય શરૂ કરતાં વિસ્તારના લોકોએ રાહત અનુભવી હતી.

ત્યારે આવો જ વિજ ફોલ્ટ બુધવાર ની રાત્રે શહેરના શ્રીનગર સોસાયટી ની ડીપી માં સૉર્ટ સર્કિટ થી વાયરીંગ બળી જતા આજુબાજુ ની સોસાયટી જેવી કે ચિત્રકૂટ, બ્રહ્માકુમારી રોડ સહિતના વિસ્તારના રહીશોને ભર ઉનાળે અતિશય ગરમી માં રહેવા મજબુર બનવું પડયું હતું.

તો આ વીજ ફોલ્ટ ની જાણ વિધુત વિભાગને થતાં તાત્કાલિક કમૅચારીઓને વીજ ફોલ્ટ ની કામગીરી હાથ ધરવા માં આવી હતી જોકે આ ફોલ્ટ રિપેર થતાં ત્રણ કલાક નો સમય લાગે તેવું વીજ કમૅચારીઓએ જણાવતા દર રવિવારે વિવિધ વિસ્તારોમાં કરાતી વીજ મેન્ટેનન્સ ની કામગીરી પર પણ વિસ્તારના રહીશો માં સવાલો ઉઠયા હતાં અને વિધૂત વિભાગ સામે પણ રોષ જોવા મળ્યો હતો.