પાટણ તા. 9
છેલ્લા કેટલાક દિવસો થી અસહ્ય ગરમી અને બફારા ના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે ત્યારે મંગળવારે એકા એક બપોરે વાતાવરણ માં પલટો આવતા વરસાદી ઝાપટાને લઇ વાતાવરણ માં પ્રસરી ઠંડક, વીજળીના કડાકા અને પવન સાથે વરસાદી માહોલ જામતાં લોકો એ ગરમી અને બફારા થી આશિક રાહત અનુભવી હતી.
પાટણ જિલ્લાના રાધનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાના આગમને રાધનપુરના કલ્યાણપુરા,મોટી પીપળી, સાતુન, કમાલપુર, શબ્દલપુરા, નજુપુરા, સિનાડ નાનાપુરા, કામલપુર સહીતનાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ મહેર કરી હતી.
તો પાટણ જિલ્લાના સિધ્ધપુર,રાધનપુર,સાંતલપુર, સમી તાલુકામાં પણવરસાદ નું આગમન થતાં ખેડૂતો માં ખુશી જોવા મળી હતી.
અહેવાલ યશપાલ સ્વામી