પાટણ તા.૨૭
રાજકોટમાં ઘટેલી ગેમ ઝોનની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને ગુજરાતે જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશ સાથે વિશ્વ ના લોકોએ પણ સખત શબ્દોમાં વખોડી કાઢી છે. અને આ ઘટના મા જવાબદાર તમામને કડકમાં કડક સજા થાય તેવી માગ કરી રહ્યા છે ત્યારે પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને સમસ્તગુજરાત બહ્મ સમાજના પાટણ જિલ્લા પ્રમુખ પિયુષભાઇ આચાર્ય એ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી પોતાનો વિડિઓ વાયરલ કરી બનાવને પગલે પોતાની તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. પિયુષભાઇ આચાર્ય દ્વારા સોશ્યલ મીડિયામાં વાયરલ કરાયેલ વિડિઓ ના માધ્યમથી ધટનાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે
કે હાલ માં ૪૫ ડીગ્રી ગરમી પડી રહી છે ત્યારે રાજકોટ ની ગેમ ઝોનમાં મનોરંજન માણવા ગયેલ માસુમ બાળકો પૈકીના ૨૫ થી વધુ બાળકો ૮૦૦ ડીગ્રી ના તાપમાન મા જીવતા ભૂજાયા છે જે ધટનાની કલ્પના માત્રથી કંપારી છુટી જાય છે. તો સરકાર અને રાજકીય પક્ષો પણ કયાક ને કયાક આવી ધટનાઓ પાછળ મુક પ્રેક્ષક ની ભૂમિકા ભજવતી હોય છે. ત્યારે રાજકોટ ની આ ધટનાની સત્યતા તપાસવા ગુજરાત સરકાર દ્વારા એસઆઈટી ની રચના કરી તેમા જુદા જુદા અધિકારીઓ નો સમાવેશ કરી રાજકોટ તપાસ માટે રવાના કરવામાં આવ્યાં છે ત્યારે આ ઘટનામાં સંડોવાયેલ કસુરવારો સામે કડકમાં કડક સજા થાય અને ભવિષ્ય માં આવી ધટનાઓ ન સજૉઈ તેવી વેદના સાથે પોતાની પ્રતિક્રિયા સોશ્યલ મીડિયામાં વિડિઓ વાયરલ કરી તેઓએ વ્યકત કરી છે.
અહેવાલ યશપાલ સ્વામી