fbpx

પાટણ જનતા હોસ્પિટલના પ્રાગરણમાં બિરાજમાન શ્રી ભોમકા દેવના સ્થાનકે હવન યજ્ઞ સાથે ધાર્મિક ઉત્સવ ઉજવાયા..

Date:

પાટણ તા. 29
જરૂરિયાતમંદ દર્દીઓને નજીવા દરે આરોગ્યની સેવા પુરી પાડતી જીવન જયોત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પાટણ જનતા હોસ્પિટલ ના પટાંગણમાં બિરાજમાન શ્રી ભોમકાદેવના સ્થાનકે દર વષૅની જેમ ચાલુ વર્ષે પણ હવન યજ્ઞ સહિત ના ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવી હતી.શ્રી ભોમકાદેવના સ્થાનકે આયોજન કરવામાં આવેલ હવન યજ્ઞ ના યજમાન પદે જનતા હોસ્પિટલમાં ગાયનેક તરીકે ફરજ બજાવતા ડૉ. મિહિર જે. દવે અને તેમના ધર્મ પત્ની ડૉ. કોમલબેન દવે પેથોલોજીસ્ટે બિરાજ માન બની લ્હાવો લીધો હતો.

જીવન જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જનતા હોસ્પિટલના પ્રાંગરણમાં શ્રી ભોમકાદેવના સ્થાનકે આયોજિત કરાયેલા આ ધાર્મિક પ્રસંગે હોસ્પિટલના સંચાલક મંડળ સહિત તબીબો,સ્ટાફ પરિવાર અને દર્દીઓ સહિત તેમના પરિવારજનોએ ઉપસ્થિત રહી દર્શન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

સાંતલપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર સામે સજૉતા અકસ્માતો અટકાવવા બંમ્પ બનાવવા માગ ઉઠી..

પાટણ તા. ૨૪પાટણ જિલ્લામાં અવાર નવાર અકસ્માત ની ઘટનાઓ...

સરસ્વતી તાલુકાના અજીમણા ખાતે તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો..

પાટણ તા. ૨૩પાટણ વન વિભાગ દ્વારા તાલુકા કક્ષાનો વન...

પાટણ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 27 જૂને યોજાશે.

પાટણ તા. ૫પાટણ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.27...