fbpx

સરસ્વતી પો.સ્ટે મા નોધાયેલ ચોરીના ગુન્હાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલતી સરસ્વતી પોલીસ

Date:

પાટણ તા. ૨૮
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકા પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં જ નોંધાયેલ ચોરીની ફરિયાદના આરોપી ઓને ઝડપી લેવા સરસ્વતી પોલીસે ચક્રો ગતિમાન બનાવ્યા હતા. જે દરમિયાન ઉપરોક્ત ચોરીની ઘટના માં સંડોવાયેલા બે આરોપીઓને ચોરીમાં ગયેલા મુદ્દા માલ સાથે સરસ્વતી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિંન્દ્ર પટેલ નાઓએ પાટણ જિલ્લામાં ચોરીના ગુન્હાઓ અટકાવવા સારૂ આપેલ સુચના આધારે ના. પો. અધિ. કે.કે.પંડયા ના સિધા માર્ગદર્શન હેઠળ સરસ્વતી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એન.એચ.કુંભાર નાઓએ પોલીસ સ્ટાફના માણસો સાથે પાટણ શિહોરી હાઈવે રોડ ઉપર ચોરમારપુરા હાઇવે ચાર રસ્તા નજીક પેટ્રોલિંગ કરી રહ્યા હતા

ત્યારે બાતમી હકીકત મળેલ એક મારૂતી સુઝુકી કંપનીની અલ્ટો ગાડીમાં બે સવાર ઇસમો ગાડીઓની બેટરીઓ ચોરી કરી શિહોરી થી પાટણ તરફ આવે છે જે બાતમી આધારે સરસ્વતી પોલીસ ટિમે બે પંચો ના માણસોને બોલાવી હકીકતથી વાકેફ કરી વોચ તપાસ દરમ્યાન બાતમી વાળી મારૂતી સુઝુકી કંપની ની અલ્ટો ગાડી શિહોરી તરફથી પાટણ તરફ આવતા હાથનો ઈશારો કરી રોડની સાઈડમાં ગાડી ઉભી રખાવી તેમા બેઠેક બે ઈસમો પૈકી અલ્ટો ચાલક ઈસમનુ નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ ઠાકોર રાહુલ જી શાંતીજી કેવળજી ઉવ. ૧૯ રહે.મોટા નાયતા તા.સરસ્વતી જી.પાટણ વાળો હોવાનું જણાવેલ તથા બીજા ઈસમનુ નામઠામ પુછતા પોતે પોતાનું નામ ઠાકોર અરવિંદ સિંહ જ્યંતીજી બદસંગજી ઉવ. ૩૪ રહે. ગુલ વાસણા તા. સરસ્વતી જી.પાટણ વાળો હોવાનું જણાવેલ અને તેમની પાસેની મારૂતી સુઝુકી કંપનીની સિલ્વર કલરની અલ્ટો ગાડી જેનો આર.ટી.ઓ રજીનં GJ08R1131 નો હોઇ જે ગાડીના પાછળના ભાગે જોતા ગાડીઓની અલગ- અલગ કંપનીની કુલ બેટરી નંગ ૨૬ જે એક બેટરીની કિ. રૂ. ૫૦૦૦ લેખે કુલ.રૂ. ૧, ૩૦, ૦૦૦/- તથા ઓપ્પો કંપનીના મોબાઈલ નંગ ૦૨ કિ.રૂ ૧૦, ૦૦૦/- તથા મારૂતી સુઝુકી કંપનીની અલ્ટો ગાડીકિ.રૂ ૧, ૦૦, ૦૦૦/- એમ કુલ મુદ્દામાલ કિ.રૂ ૨, ૪૦, ૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી બન્ને આરોપીઓને સી. આર. પી. સી કલમ ૪૧ (૧) ડી મુજબ અટક કરી સરસ્વતી પોલીસ સ્ટેશનમાં નોધાયેલ ગુન્હાને ગણતરી ના કલાકોમાં ડિટેક્ટ કરવામાં આવ્યો હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

HTAT મુખ્ય શિક્ષકોના બદલી અને કેડર અંગેના નિયમો જાહેર કરવા કલેકટર ને રજૂઆત કરાઈ..

પાટણ તા. ૨૬HTAT મુખ્ય શિક્ષકોના બદલી અને કેડર અંગેના...

પાટણ પોલીસ હેડકવોટસૅ ખાતે પોલીસ સ્ટાફ માટે બે દિવસીય આયોજિત હેલ્થ ચેકઅપ કેમ્પ નો પ્રારંભ..

પ્રથમ દિવસે 800 જેટલા પોલીસ અધિકારીઓ અને કમૅચારીઓએ પોતાનુ...