fbpx

પાટણ પ્રગતિ મેદાનમાં નિતિ નિયમોને નેવે મુકી ચાલતો ખુશી આનંદ મેળો આખરે મિડિયાની જાગૃતા ને કારણે તંત્રએ બંધ કરાવ્યો..

Date:

પાટણ તા. ૨૮
પાટણ શહેરના પ્રગતિ મેદાનમાં છેલ્લા દસેક દિવસથી પરવાનગી વગર જ નિતિ નિયમોને નેવે મુકીને શરૂ કરવામાં આવેલ ખુશી આનંદ મેળાને મિડિયા એ ઉજાગર કરી તંત્રને ઢંઢોળતા આખરે સોમવારે મોડી સાંજે તંત્ર દ્વારા આ આનંદ મેળાને બંધ કરાવવાની ફરજ પડી હતી.

ઉનાળાના વેકેશન દરમિયાન દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પાટણ શહેરના પ્રગતિ મેદાન ખાતે ખુશી આનંદ મેળા નું આયોજક દ્રારા આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ આનંદ મેળો શરૂ કરવા માટે તંત્ર દ્વારા અપાતી મંજુરી પત્રમાં દર્શાવેલી શરતોનું સરેયામ ઉલ્લંઘન કરી આયોજકો દ્રારા ખુશી આનંદ મેળો છેલ્લા દસ દિવસ થી શરૂ કરી દેવામાં આવ્યો હતો.

આ ખુશી આનંદ મેળાના આયોજકો દ્રારા કોઈ પણ પ્રકારના નિતિ નિયમોને અનુસર્યા વગર કોઈ પણ પ્રકારની સેફટી વગર મેળો શરૂ કરવામાં આવ્યો હોવાનું મિડિયા ના ધ્યાનમાં આવતાં મિડિયા મિત્રો દ્રારા આનંદ મેળાના સ્થળ પર જઈ તેનું સચોટ કવરેજ કરી સમાચાર પ્રકાશિત કરતાં અને તાજેતરમાં બનેલી રોજકોટની દુઃખદ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને સફાળા જાગેલા વહીવટી તંત્રએ સોમવાર સાજ થી જ આ ખુશી આનંદ મેળા ને બંધ કરવા આયોજકો ને આદેશ આપતાં આયોજકો દ્રારા ખુશી આનંદ મેળાને બંધ કરવાની ફરજ પડી છે.

પાટણ પ્રગતિ મેદાનમાં મિશ્રા આણી મંડળી દ્વારા કોઈપણ જાતની પરવાનગી વગર દશેક દિવસથી નિયમોના ઉલ્લંઘન સાથે ખુશી આનંદ મેળો ચલાવાતો હતો ત્યારે રાજકોટના એક ગેમ ઝોનમાં ઘટેલી દુઃખદ દુર્ઘટનાને પગલે રાજ્યભરમાં આવા મનોરંજનના સ્થળો પર તપાસ અને યોગ્ય સગવડો અને સુરક્ષા વ્યવસ્થાનો અભાવ જણાય તો બંધ કરવા માટે આદેશો છુટ્યા બાદ પાટણના વહીવટી તંત્ર દ્વારા પણ મિડિયા મા પ્રકાશિત થયેલા સમાચારો ને ધ્યાનમાં રાખીને પ્રગતિ મેદાનના ખુશી આનંદ મેળાની તપાસ બાદ સોમવાર રાત્રીથી જ આનંદ મેળો બંધ કરાવી દીધો હોવાનું જાણવા મળી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related