fbpx

સ્નાતક કક્ષામાં ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની તારીખ બે જૂન સુધી લંબાવાઈ…

Date:

પાટણ તા. 29
હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ઉ.ગુ ની પાંચ જિલ્લાની કોલેજોમાં સ્નાતક અભ્યાસક્રમમાં 90 હજાર બેઠકો ઉપર 16 મે થી 28 મે સુધી પ્રવેશ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા થઈ હતી.જેમાં બેઠકો સામે 40 ટકા જ ફોર્મ ભરાયા હોય વધુમાં વધુ છાત્રો ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરે માટે 2 જૂન સુધી પોર્ટલ પર ફોર્મ ભરવાની મુદ્દત લંબાવવામાં આવતા બાકી રહેલા છાત્રો હવે ફોર્મ ભરી શકશે.

હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સ્નાતક અભ્યાસક્રમની આશરે 500 થી વધુ કોલેજોમાં સ્નાતક અભ્યાસમાં 90 હજાર બેઠકો પર પ્રવેશ ફોર્મ ભરવાની પ્રકિયામાં 28 મે સુધી 36 હજાર ફોર્મ ભરાયા છે. બેઠકો સામે ત્રીજા ભાગના જ છાત્રો પ્રવેશ ફોર્મ ભરાયાં હોય

બેઠકો ખાલી ન રહે તેમજ છાત્રો પ્રવેશથી વંચિત ન રહે માટે યુનિવર્સિટીના કુલપતિ ડૉ.કે.સી. પોરીયાં દ્વારા કે. સી.જી.માં પ્રવેશ મુદત લંબાવવા માટે રજુઆત કરવામાં આવી હતી.સાથે અન્ય યુનિવર્સિટી દ્વારા રજુઆત થતાં કે.સી. જી દ્વારા છાત્રોના હિતમાં પ્રવેશ ફોર્મ ભરવાની મુદ્ત વધુ 4 દિવસ લંબાવી 2 જૂન સુધી પોર્ટલ ખુલ્લી રાખવામાં આવનાર છે. તો હવે છાત્રો પ્રવેશ માટે તા. 2 જુન સુધી ફોર્મ ભરી શકશે તેવુ યુનિવર્સિટી કુલપતિ ડૉ.કે.સી.પોરિયાં એ જણાવ્યુ હતુ.

Share post:

Subscribe

Popular

More like this
Related

૨૯ ઓગસ્ટના રોજ પાટણમાં યોજાનાર મેગા લીગલ સર્વિસ કેમ્પ ના આયોજન માટે બેઠક મળી…

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાટણના સેક્રેટરીએમેગા કેમ્પ આયોજન...