fbpx

સાતલપુર હાઈવે માગૅ પરથી અવરલોડ મીઠું ભરીને દોડતા ડમ્પરો ને કારણે વધતા અકસ્માતો..

Date:

પાટણ તા. ૩૧
સાંતલપુર હાઈવે માગૅ પરથી અવરલોડ મીઠું ભરીને બેફામ પણે પસાર થતાં ડમ્પર ચાલકોના કારણે અવાર નવાર સજૉતા અકસ્માત ના બનાવો ને લઇ લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.ત્યારે આ મામલે પોલીસ તંત્ર અને આરટીઓ દ્વારા અવરલોડ મીઠું ભરીને દોડતા ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોક માગ પ્રબળ છે.

આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે મીઠા ના રણમાં અલગ અલગ મીઠા ની ફેક્ટરીઓ આવેલી છે તેની અંદર બનાસકાંઠા ના બોરૂ ગામથી મીઠું ભરીને આખો દિવસ અને રાત્ર અવરલોડ મીઠું ભરીને મીઠાના ડમ્પરો બેફામ ચાલતા હોય છે. તેના કારણે રોડ ઉપર મીઠા વાળું પાણી ઢોળવાના કારણે રોડ પર ચિકાસ જામી જતી હોય છે તેના કારણે વારંવાર એક્સિડન્ટની ઘટનાઓ બને છે.

તો આવા અકસ્માત ના બનાવોમાં કેટલાક લોકો તો મોતને ભેટી ચુક્યા છે ત્યારે આવા એકસીડન્ટના બનાવો અટકાવવાની જગ્યાએ સાતલપુર પોલીસ અને આરટીઓની મીઠી નજર હેઠણ અવર લોડ મીઠા ના ડમ્પરો ભરીને બોરૂ ગામથી સીધાડા થી સાતલપુર સુધી પહોંચતા હોય છે

તો રોડ ઉપર પાણી વાળુ મીઠું ઢળવાના કારણે રોડ ઉપર ચીકાશ જામતી હોય તેને લઈને વારંવાર એક્સિડન્ટ ની ધટના બની રહી છે. ત્યારે આવી ઘટનાઓ અટકાવવા સાતલપુર પોલીસ અને આરટીઓ તંત્ર દ્વારા અવરલોડ મીઠું ભરીને પસાર થતાં ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરે તેવી લોક માગ પ્રબળ બની છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લામાં ભંગારના ખરીદ – વેચાણ અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામુ.

પાટણ તા. ૪વર્તમાન અને ભૂતકાળમાં આતંકવાદી તત્વો દ્વારા જાનહાનિ,...

પાટણ શહેર અને જીલ્લામાં દાખલ થયેલ મોબાઇલ ચોરીના 5 ગુન્હા ડીટેકટ કરી 33 મોબાઇલ શોધી કાઠતી પાટણ LCB અને સાઇબર ક્રાઈમ સેલ ટીમ.

પાટણ શહેર અને જીલ્લામાં દાખલ થયેલ મોબાઇલ ચોરીના 5 ગુન્હા ડીટેકટ કરી 33 મોબાઇલ શોધી કાઠતી પાટણ LCB અને સાઇબર ક્રાઈમ સેલ ટીમ. ~ #369News

ધોરણ -12 સાયન્સના વિધાર્થીઓની NEET ની પરીક્ષાનું સેન્ટર હેમ.ઉ. ગુ. યુનિવર્સિટી ને મળે તેવી શૈક્ષિક મહાસંધે માગ કરી.

યુનિવર્સિટી કુલપતિને વિધાર્થી હિતના સુચનો સાથે આવેદનપત્ર અપાયું.. પાટણ તા....