fbpx

ગાંધીનગર ના બલવા થી પાટણ આવી પહોચેલી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું..

Date:

પાટણના મહિલા સેવિકા અને સખી વન સ્ટોપ સેન્ટર તેમજ પોલીસની મદદથી મળેલી મહિલા ના પરિવારે આભાર વ્યક્ત કર્યો..

પાટણ તા.1
પાટણ શહેરના જીઈબી નજીક ઓવર બ્રિજ પાસે બુધવારે રાત્રિના સુમારે એકલી બેઠેલી અજાણી મહિલા ને મહિલા સેવિકા મધુબેન સેનમા અને સખી વન સ્ટોપ સહિત પોલીસ ની મદદથી પરિવારજનો ને સુપ્રત કરી માનવતાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ બાબતે જાણવા મળતી હકીકત મુજબ બુધવારની મોડી રાત્રે પાટણ શહેરના જીઈબી ઓવર બ્રિજ નજીક કોઈ અજાણી મહિલા બેઠી હોવાની જાણ થતા લોકો ના ટોળા સ્થળ પર એકત્ર થયા હતા જે બાબત ની દશૅનભાઈ પટેલ નામના સેવાભાવી વ્યક્તિ એ મહિલા સેવિકા મધુબેન સેનમા ને મોબાઇલ ફોન દ્રારા જાણ કરતા તેઓએ તાત્કાલિક ધટના સ્થળે પહોંચી પોલીસ હેલ્પ લાઈન ના 100 નંબર પર ફોન કરીને સધળી હકીકત જણાવી પોલીસ વાન બોલાવી મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લઈ જઈ તેની શાત ચિતે પુછપરછ કરતાં તે મહિલા ગાંધીનગર ના બલવા ગામની હોવાનું જાણવા મળતા તેના વાલી વારસો નો સંપર્ક કરી સધળી હકીકત જણાવતાં ગુરૂવારે સવારે તેના વાલી વારસો પાટણ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આવી પહોંચતા જરૂરી ખરાઈ કરી મહિલા ને તેના વાલી વારસો ને સુપ્રત કરી મહિલા સેવિકા મધુબેન સેનમા અને સખી વન સ્ટોપ સેન્ટર સહિત પોલીસે માનવતા લક્ષી પ્રવૃત્તિ ને ઉજાગર કરી હતી.

તો ગુમ થયેલી મહિલા નું પરિવારજનો સાથે મિલન થતાં પરિવારજનો એ પણ મહિલા સેવિકા મધુબેન સેનમાં તેમજ સખી વન સ્ટોપ સેન્ટર અને પોલીસ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

ભગવાન જગન્નાથજીની આંખો પરથી પાટા દુર કરી ચક્ષુ ઉનમિલન નો પ્રસંગ ઉજવાયો..

ભગવાન ની પ્રથમ દ્રષ્ટિ મેળવી જગન્નાથ ભકતોએ ધન્યતા અનુભવી.. પાટણ...

રાધનપુર પોલીસની આડેધડ વાહનો પાર્ક કરતા વાહન ચાલકો સામે લાલ આંખ..

રાધનપુર પોલીસની આડેધડ વાહનો પાર્ક કરતા વાહન ચાલકો સામે લાલ આંખ.. ~ #369News