પાલિકા પ્રમુખે ડિઝાસ્ટર વાનની અને તેના અધતન સાધન સામગ્રીનું બારીકાઈ થી નિરિક્ષણ કરી સ્ટાફને જરૂરી સુચનાઓ આપી..
પાટણ તા.16
બીપરજોય વાવાઝોડાના પગલે જિલ્લા વહીવટી તંત્રની સાથે સાથે પાટણ નગરપાલિકા તંત્ર પણ સચેત બન્યું છે. પાટણ નગરપાલિકા ની તમામ શાખાઓના કર્મચારીઓને અને ખાસ કરીને વાહન શાખા અને ફાયર વિભાગ સ્ટાફને સ્ટેન્ડ બાય રહેવાના પાલિકા પ્રમુખ દ્વારા આદેશ કરાયા છે.
શુક્રવારના રોજ પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ દ્વારા તાજેતરમાં સરકારના ડિઝાસ્ટર વિભાગ દ્વારા નગરપાલિકાને પ્રાપ્ત થયેલ અધતન સાધન સામગ્રી સાથેના ડિઝાસ્ટર વાનની મુલાકાત લીધી હતી અને ડિઝાસ્ટર વાનમાં ઉપલબ્ધ અધતન સાધન સામગ્રીનું બારીકાઈથી નિરીક્ષણ કરી તેની જાણકારી મેળવી વાહન શાખાના કર્મચારીઓને ફાયર બ્રિગેડના જવાનો સહિત અધિકારીઓને બિપરજોય વાવાઝોડાના પગલે સચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી