રાધનપુર પોલીસે લાશનું રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી લાશને વાલી વારસોને સોપી…
પાટણ તા. ૧
પાટણ જિલ્લાના રાધનપુર એસટી ડેપોમાં ગતરોજ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આકોલી ગામના એસઆરપી જવાનનું અસહ્ય ગરમી ના કારણે મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે. તો આ મામલે રાધનપુર પોલીસે લાશનું પંચનામું કરી રાધનપુર રેફરલ હોસ્પિટલ માં લાશ ને પીએમ માટે ખસેડી મૃતકના વાલી વારસોને જાણ કરી લાશને સોપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ છેલ્લા કેટલાક સમયથી પાટણ પંથકમાં ગરમીનો પારો 40 ડિગ્રીની ઉપર જોવા મળી રહ્યો છે અને ગરમીના કારણે પાટણ જિલ્લામાં કેટલાક લોકો મોતને પણ ભેટ્યા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે.
ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર એસટી બસ ડેપો મા બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના આકોલી ગામના એસઆરપી જવાન પટેલ હસમુખભાઈ દાનાભાઈ કે જેઓ ભચાઉ ખાતે એસઆરપી માં ફરજ બજાવતા હોય તેમની લાશ મળી આવતા અને આ બાબતે રાધનપુર પોલીસ ને જાણ થતાં પોલીસે લાશનું પંચનામું કરી રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે 108 મારફતે મોકલી આપી મૃતકના પરિવારજનોને જાણ કરી લાશને સોપવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં પોલીસના જણાવ્યા અનુસાર ગરમીના કારણે એસઆરપી જવાનનું મોત થયું હોવાનું જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી