fbpx

નેશન બિલ્ડર એવોડૅ થી સન્માનિત થતાં પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના શિક્ષક હષૅદ કુમાર પ્રજાપતિ..

Date:

એવોર્ડ પ્રાપ્ત કરનાર હષૅદકુમાર પ્રજાપતિએ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ નું ગૌરવ વધારતા સમાજે શુભેચ્છાઓ વ્યક્ત કરી..

પાટણ તા.11
રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા નેશન બિલ્ડર એવોર્ડ થી પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના શિક્ષિત અને ગૌરવ વાન મોરપા પ્રાઈમરી સ્કૂલના શિક્ષક હષૅદ કુમાર જીવણ લાલ પ્રજાપતિ ને સન્માનિત કરવામા આવતાં પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજે ગૌરવની લાગણી અનુભવી હષૅદકુમાર પ્રજાપતિ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિના સોપાનો સર કરે તેવી શુભેચ્છાઓ વ્યકત કરી છે.મંગળવારે પાટણ રોટરી કલબ દ્રારા આયોજિત નેશન બિલ્ડર એવોર્ડ સેરેમની કાર્યક્રમ રોટરી હોલ, ખેતર વશી ખાતે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો.રોહિતભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને આયોજિત કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષણવિદ ડો. કુમુદ બેન ચંદારાણા, સાતલપુર આર્ટસ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.ચેતનભાઇ પ્રજાપતિ, આસિસ્ટન્ટ ગવર્નર ઝોન- 12ના ડો.પરેશ એમ પટેલ, કે.કે.ગર્લ્સ હાઇસ્કૂલના પ્રિન્સપાલ ડો.દિનેશભાઈ પ્રજાપતિ તેમજ રોટરી કલબ પાટણ ના પ્રમુખ ઝુઝારસિહ સોઢા,સેક્રેટરી રો.વિનોદભાઈ સુથાર, પ્રોજેક્ટ ચેરમેન રો. ધેમર ભાઈ દેસાઈ,રો.રૂપેશભાઈ ભાટિયા, રો. વિષ્ણુભાઈ દેસાઈ સહિત ના મહાનુભાવો એ હષૅદકુમાર જીવણલાલ પ્રજાપતિ ને શાલ, મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી નેશન બિલ્ડર એવોડૅ થી સન્માનિત કયૉ હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિવર્સિટી માપોલેન્ડ થી ઇન્ટનૅશીપ કરવા આવેલી બે વિધાર્થીનીઓને સર્ટીફીકેટ આપી હુંફાળું વિદાયમાન અપાયું

પાટણ તા. 5 પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પોલેન્ડથી...

એચએનજીયુ મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા સ્ટાઈપેન્ડ વધારાની માંગ સાથે આવેદનપત્ર અપાયું..

એસોસિએશનની માંગ નહીં સંતોષાય તો ગાંધીચિધ્યા માર્ગે આંદોલનની ચિમકી… પાટણ...

પાટણ સર્કીટ હાઉસ ખાતે જિલ્લા પર્યાવરણ યોજના અંતર્ગત બેઠક યોજાઈ…

હાઈકોર્ટ જજ ડૉ.અફરોઝ અહેમદે અધિકારીઓ પાસેથી પર્યાવરણની દિશામાં કરવામાં...