fbpx

રાજકોટ ગેમ ઝોન અગ્નિ કાંડ ની ઘટના બાદ પાટણ શહેરમાં પણ ફાયર સેફ્ટીના સાધનોની માંગ વધી..

Date:

પાટણ તા.૧
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન માં સજૉયેલી દુર્ઘટના માં 27 થી વધુ લોકોના મોત બાદ સમગ્ર રાજ્યમાં સરકારે તપાસના આદેશ આપતા ઠેર ઠેર ફાયર NOC વિનાના એકમો સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાંઆવી છે અને આવી ઘટના ફરીથી ન બને એના માટે ફાયર પ્રત્યે લોકોની જાગૃતિ પણ વધી છે.

જેના કારણે ફાયર એક્સિગ્વિશરના વિક્રેતાઓને ત્યાં વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. પાટણમાં ફાયર વિભાગ દ્વારા શાળા,મહા શાળા, ટયુશન ક્લાસીસ,થિયેટર, હોસ્પિટલ,જેવી જગ્યાઓ પર ફાયર સેફટી અંગે તપાસ શરૂ કરી છે.

અને જે એકમો પાસે હાલમાં ફાયર સેફટીના કોઈ સાધનો નથી તેવા એકમો સરકારના કડક નિર્ણય ને ધ્યાનમાં રાખીને નવા ફાયરના સાધનો લેવા દોડધામ પણ કરી રહ્યા છે.

પાટણ માં હોલસેલ માં ફાયરના સાધનો વેંચતા વ્યાપારી ની મુલાકત લઈ સમગ્ર મામલે વિગતો મેળવતા વેપારી એ જણાવ્યું હતું કે રાજકોટ અગ્નિ કાંડ બાદ લોકોમાં ફાયર સેફ્ટી મામલે જાગૃતતા જોવા મળી રહી છે જેના કારણે પહેલા કરતા અગ્નિસામક વસ્તુ ની માંગમાં 60℅ વધારો જોવા મળ્યો છે.

રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે 27 વધુ લોકોને પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટના બાદ પાટણ માં પણ ફાયર NOC વિના ચાલતા સ્થળો પર નોટિસ આપવામાં આવી રહી છે.

પાટણ નગરપાલિકાના ફાયર વિભાગે પણ રાજકોટ અગ્નિકાંડ બાદ શહેરમાં આવેલા ટ્યુશન કલાસરૂમ, હોસ્પિટલ, સરકારી કચેરીઓમાં ફાયરના સાધનો લાગેલા છે કે નહીં, NOC છે કે નહીં, સાધનો કામ કરે છે કે નહીં એ અંગે તપાસ હાથ ધરી છે.

તેમજ જ્યાં ફાયરના સાધનો જોવા ન મળતા હોય એવા એકમો સામે તંત્રએ લાલ આંખ કરી છે. ત્યારે તંત્રની કાર્યવાહી જોતા પાટણ ના વ્યાપરીઓ તેમજ સંચાલકોમાં ફફડાટ જોવા મળ્યો છે. જેના કારણે તેઓ ફાયર સેફટીના સાધનો લેવા વિવિધ એજન્સી પાસે પહોંચી રહ્યા છે.

પાટણ સાંઈબાબામંદિર રોડ પર આવેલ ફાયર સેફ્ટી સોલ્યુશનના સંચાલકે જણાવ્યું હતું કે, રાજકોટના અગ્નિકાંડ બાદ પાટણ જિલ્લામાં ફાયરની બોટલના વેચાણમાં 60 થી 65 % જેટલો વધારો થયો છે. તેમજ ફાયર બોટલોની પહેલા કરતા માગ વધી છે. જેમાં ABC પાવડર વાળા અને CO2 ટાઈપના ફાયર એક્સ્ટિગ્વિશરની માંગ વધી છે.

હાલમાં ફાયરની બોટલો લેવા માટે ઘણા સ્ટોર વાળા,નાની દુકાનો વાળા આવી રહ્યા છે તેમજ હોસ્પિટલ, શાળાઓમાં જે ફાયર એક્સટીગ્યુશર લાગેલ છે જે રિફિલિગ કરાવવાના બાકી હતા. જેની કોઈ કાળજી લેતું નહોતું એ લોકો અત્યારે બધા રિફિલિગ કરાવવા આવી રહ્યા છે.

ફાયર સેફ્ટી સાધનોની હાલ માં માગ વધતાં આગળ થી માલ પણ આવતો નથી જેના કારણે ફાયર સેફ્ટી સાધનોના ભાવ મા પણ વધારો જોવા મળી રહ્યો છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં બે હજાર વર્ષ જુના પાવૈયા પરીવારના માઢનું નવનિર્માણ સાથે વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો..

મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે યોજાયેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં પાવૈયા પરિવારના...

શિક્ષક દિન નિમિત્તે પાટણ શહેર, તાલુકા અને જિલ્લા સહિત રાજય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા..

જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને યુનિવર્સિટી કન્વેન્શન હોલ...

સરકારી ઇજનેરી કોલેજના સ્વયંસેવકો દ્વારા સૈનિકો માટે સૈનિક નિધી અર્પણ કરવામાં આવી..

સરકારી ઇજનેરી કોલેજના સ્વયંસેવકો દ્વારા સૈનિકો માટે સૈનિક નિધી અર્પણ કરવામાં આવી.. ~ #369News