પાટણ તા. ૧
પાટણ શહેરના ખેતર વસી વિસ્તારમાં વર્ષોથી કાર્યરત રોટરી ક્લબ ઓફ પાટણ સંચાલિત એસ.કે.બ્લડ બેન્ક રીનોવેશન ના કારણે થોડા સમય માટે બંધ કરવામાં આવી હતી. જે એસ.કે.બ્લડ બેન્ક શનિવારના રોજ નવા રંગરૂપ સાથે રોટરી ક્લબના સુવર્ણ જયંતી વર્ષ નિમિત્તે પુનઃ શરૂ કરવામાં આવી છે. રોટરી ક્લબ પોતાના સુવર્ણ જયંતી વર્ષની ઉજવણી કરી રહી છે
ત્યારે રોટરી ક્લબ ઓફ પાટણ છેલ્લા 50 વર્ષથી આ વિસ્તારમાં આરોગ્ય, શિક્ષણ અને વિવિધ ક્ષેત્રમાં સેવા કરી રહી છે ક્લબના કાયમી પ્રોજેક્ટ એવા એસ.કે બ્લડ બેન્ક ના માધ્યમથી પાટણ સહિત કચ્છ અને રાજસ્થાનના હજારો દર્દીઓએ આ બ્લડ બેન્ક ની સેવા નો લાભ લીધો છે. રોટરી ડિસ્ટ્રિક્ટ માં પણ અનેક વખત એવોર્ડ મેળવનાર આ બ્લડ બેન્કને સરકાર દ્વારા પણ ઘણી વખત એવોર્ડ મેળ્યા ચ છે.તો વડાપ્રધાન ના હસ્તે પણ સારી કામગીરી માટે બ્લડ બેન્ક એવોર્ડ મેળવી ચૂકી છે.
કચ્છમાં આવેલ ધરતીકંપ હોય કે અન્ય કુદરતી આપત્તિ સમયે અને સાથે સાથે રૂટીનલી પાટણ ની હોસ્પિટલમાં આવતા દર્દી ઓ માટે તિથિ દાતાઓના દાનના સહયોગથી અને રક્તદાતાઓના સહકારથી હજારો દર્દીઓને રાહત દરે અને વિધાઉટ રિપ્લેસમેન્ટ પણ બ્લડ સર્વિસ પૂરી પાડવામાં આવી છે.
આધુનિક કોમ્પોનન્ટ સેન્ટર સાથે ઉત્તર ગુજરાતમાં શરૂ થનારી પ્રથમ એવી આ બ્લડ બેન્ક ચાલુ વર્ષે રીનોવેશનના કારણે થોડા સમય ના વિરામ બાદ નવા રંગરૂપ સાથે ખૂબ જ આધુનિક ટેસ્ટિંગ મશીનો ની સગવડ અને ખૂબ જ સૌજન્યપૂર્ણ સર્વિસ આપતા સ્ટાફ સાથે ફરીથી શનિવારે પ્રજા સમક્ષ ખુલ્લી મૂકવામાં આવી છે.
શનિવારના રોજ નવીન રંગ રૂપ સાથે શરૂ કરવામાં આવેલી એસ કે બ્લડ બેન્ક કેમ્પસમાં સવારે શાસ્ત્રોક મંત્રોચ્ચાર થી ચંદીપાઠ નું આયોજન કરી અને મંદિરના સ્થાપન સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવા માં આવ્યું હતુ જેમાં રોટરી પરિવારના સભ્યોએ પોતાનું સ્વૈચ્છિક રકતદાન કર્યુ હતું.
એસ કે બ્લડ બેન્કના પુન: પ્રારંભ પ્રસંગે ક્લબ પ્રેસિડેન્ટ ઝુઝારસિહ સોઢા,સેક્રેટરી વિનોદભાઈ સુથાર, બ્લડ બેન્ક ચેરમેન રણછોડભાઈ પટેલ ,કો ચેરમેન રાજેશભાઈ મોદી સહિત મેડિકલ ઓફિસર ડો.પરિમલ જાની, ટેકનિકલ સુપરવાઇઝર ડો.બાબુભાઈ પ્રજાપતિ, એડમિનિ સ્ટેટર નૈતિક પટેલ, અશ્વિનભાઇ જોશી, યોગેશભાઈ બી.પ્રજાપતિ ,જયરામભાઈ પટેલ, ધનરાજભાઈ ઠકકર સહિત તમામ મિત્રો દ્વારા રક્ત દાતા ઓને આવકારવામાં આવ્યા હતા. સાથે જેમનો જન્મદિવસ હતો તેવા રોટરી ક્લબ પાટણના સદસ્યો વિનોદભાઈ સુથાર ,વિષ્ણુભાઈ દેસાઈ, કનુભાઈપટેલ, ડો.નૈસર્ગીબેન પટેલ સહિત સૌને જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી