google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ પ્રજાપતિ સમાજ પાટણના પરિવારજનોએ ઓક્સફડૅ સ્વિમિંગ પૂલ ની મજા માણી…

Date:

પાટણ તા. ૨
પાટણ પ્રજાપતિ સમાજ પાટણ દ્વારા બળબળતી ગરમીની ઋતુમાં પરિવારના સૌ સભ્યોને રાહત મળે તેવા આશય સાથે રવિવારના રજાના દિવસે સમાજ
ના સેવાભાવી આગેવાન અને ઓક્સફર્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના ટ્રસ્ટી શાંતિભાઈ સ્વામીના સૌજન્ય થી તેઓની સ્કૂલ ખાતે આવેલા સ્વિમિંગ પૂલમાં ન્હાવાની મજા માણી હતી.

પાટણ પ્રજાપતિ સમાજ પાટણ પરિવારના સભ્યો માટે રવિવારની રજાના દિવસે ગરમીથી રાહત મળે તે માટે આયોજિત કરાયેલા સ્વિમિંગ પૂલ માં ન્હાવા ની બાળકો સહિત પરિવારજનોએ મજા માણી આનંદ વ્યક્ત કર્યો હતો.

સ્વિમિંગ પૂલમાં ન્હાવાની મજા સાથે ધીંગા મસ્તી કર્યા બાદ પરિવારજનો એ સમૂહમાં ગરમા ગરમ ઈડલી સંભાર અને ઠંડી છાસ ની મિજબાની માણી રવિવારની રજાને યાદગાર બનાવી હતી.તો બાળકો સહિત પરિવારજનો પણ સ્વિમિંગ પુલમાં ન્હાઈને પ્રફુલ્લિત બન્યા હતા.

પાટણ પ્રજાપતિ સમાજ પાટણ દ્વારા શાંતિભાઈ સ્વામીના સૌજન્યથી આયોજિત કરાયેલ સ્વિમિંગ પૂલ ની મજા ને યાદગાર બનાવવા સમાજના કમલેશ ભાઈ સ્વામી, ચિંતનભાઈ પ્રજાપતિ, યશ પાલ સ્વામી, સંજય સ્વામી, કનુભાઈ મિસ્ત્રી, પિયુષ ભાઈ પ્રજાપતિ, વિજયભાઈ સ્વામી, મહેશ ભાઈ સ્વામી, ઈશ્વર ભાઈ જય ભોલે, દિનેશભાઈ એલ આઇ સી, ચેતનભાઇ પ્રજાપતિ,મુકેશભાઈ મિસ્ત્રી સહિતના પરિવારજનોએ જહેમત ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

જૈનોની તપોભૂમિ ગણાતા પાટણમાં પર્યંષણ મહાપર્વ નો ભકિતસભર માહોલમાં પ્રારંભ કરાયો..

પાટણ તા. 13 ક્ષમા, યાચના, પ્રાણી પ્રત્યે જીવદયા, અહિંસા...

પાટણ વૈશ્ય તથા સથવારા કડીયા જ્ઞાતિ ની લખીની વાડી નો પ્રશ્ન ટોક ઓફ ધ ટાઉન બન્યો..

પાટણ વૈશ્ય તથા સથવારા કડીયા જ્ઞાતિ ની લખીની વાડી નો પ્રશ્ન ટોક ઓફ ધ ટાઉન બન્યો.. ~ #369News