fbpx

અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ ફોર્મ ભરવાની મુદત લંબાવાઈ..

Date:

પાટણ તા. ૩
હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક અભ્યાસક્રમની કોલેજોમાં પ્રવેશ માટે કેસીજી દ્વારા વિકાસ પોર્ટલ પર પ્રવેશ માટે ફોર્મ ભરવાની સમય મર્યાદા 3 જૂન રખાઈ હતી જે તારીખ લંબાવી હવે 13 જૂન કરવામાં આવી હોવાનું યુનિવર્સિટી ના સુત્રોએ જણાવ્યું છે. નવા શૈક્ષણિક વર્ષ 2024 25 માં કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી છે.

જે અંતર્ગત ઉત્તર ગુજરાતમાં સ્નાતક અભ્યાસ પૂર્ણ કરનાર છાત્રોને હવે ઉચ્ચ અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા વિકાસ પોર્ટલ ઉપર શરૂ થઈ છે જેમાં છાત્રોને આગામી ત્રણ જૂન સુધી પ્રવેશ માટે ફોર્મ ભરવાની મુદત અપાઈ હતી પરંતુ અનુસ્નાતક અભ્યાસમાં પ્રવેશ ફોર્મ ભરવામાં સ્નાતક અભ્યાસક્રમ ના પરિણામ અવશ્ય જરૂરી હોય રાજ્યની મોટાભાગની યુનિવર્સિટી દ્વારા સ્નાતક અભ્યાસ ના અંતિમ વર્ષના પરિણામ જાહેર થયા ના હોય

કેસીજી દ્વારા છાત્રો પ્રવેશથી વંચિત ના રહે તે માટે મુદત લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે ત્રણ જૂનના બદલે છાત્રો 13 જુન સુધી ફોર્મ ભરી શકશે. ઉત્તર ગુજરાતના છાત્રો અને અનુસ્નાતક અભ્યાસ માં પ્રવેશ માટે ફોર્મ ભરવાની મુદત લંબાતા હવે વિધાર્થીઓ ચિંતા મુક્ત બની આરામ થી પ્રવેશ ફોર્મ ભરી  શકશે.

Share post:

Subscribe

Popular

More like this
Related

ચાણસ્મા તાલુકાના ફીંચાલ ગામ કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો..

ચાણસ્મા તાલુકાના ફીંચાલ ગામ કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.. ~ #369News

પાટણ લોકસભા ઉમેદવારને જંગી મતોથી વિજય બનાવવા પાટણ જિલ્લા ભાજપ અ.જા. મોરચા નું આહવાન…

અ.જા.મોરચા દ્રારા ચુંટણી ના દિવસે દરેક મતદાતાઓને મતદાન મથક...

પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે થી હિપેટાઇટિસ જનજાગૃતિ રેલી યોજાઈ.

પાટણ તા. 28 દર વર્ષે 28 જુલાઇને હિપેટાઇટિસ દિવસ...

હારીજ ITI કોલેજમા શ્રમિકને કરંટ લાગતા ઘટના સ્થળ પર મોત નિપજ્યું..

બનાવની જાણ હારીજ પોલીસ ને કરાતાં આગળ ની કાર્યવાહી...