fbpx

પાટણની ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોના શિક્ષકો દ્વારા પોતાની પડતર માંગણીઓ સંતોષવા લોકસભાની ચૂંટણી પૂર્વે સરકાર ને ભીસમાં લીધી..

Date:

પાટણ તા. ૧૬
રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા લોકસભા ચૂંટણી પૂર્વે પોતાની પડતર માંગણીઓને લઈને રાજ્ય સરકાર સામે મોરચો માંડ્યો છે.શુક્રવારે રાજ્યભરની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓના શિક્ષકો તેમજ સરકારી કર્મચારીઓએ કાળા વસ્ત્રો ધારણ કરી પોતાની ફરજ બજાવી હતી.

પડતર માંગણીઓ નેલઈને સરકાર વિરુદ્ધ અપાયેલા આ વિરોધ પ્રદર્શન કાયૅક્રમમાં પાટણ જિલ્લાના શિક્ષકોએ પણ જોડાઈને કાળા વસ્ત્રો ધારણ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.ત્યારે આગામી તા. 23 મી ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં તમામ શિક્ષકો સહિતના કર્મચારીઓ પડતર માંગણીઓને લઈ સરકાર સમક્ષ ધરણાં પ્રદર્શન કરવાના હોવાનું

પાટણ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના પ્રમુખ મનીષભાઈ પટેલે જણાવી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના શૈક્ષણિક શાળા ના શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા શુક્રવારે કાળા વસ્ત્રો ધારણ કરી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હોય તમામ શિક્ષકો તેમજ આચાર્યો સહિતના ઓએકાળા વસ્ત્રો ધારણ કરી વિદ્યાર્થીઓને અભ્યાસ ક્રમ કરાવ્યો હતો.

સરકાર દ્વારા પડતર માંગણીઓ સંતોષવામાં નહિ આવે તો આગામી તા. 23 મી ફેબ્રુઆરીએ ગાંધીનગર ખાતે સરકાર વિરુદ્ધ ધરણા પ્રદર્શન કરી વિરોધ પ્રદશિર્ત કરવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરના માખણીયા પરા વિસ્તારના ખેડૂતો ના ખેતરોમાં ભૂગર્ભના દૂષિત પાણી ફરી વળતા મોટું નુકશાન..

ખેડૂતો દ્વારા ધારાસભ્યને રજૂઆત કરાતા તેઓએ રૂબરૂ સ્થળ મુલાકાત...

વડાપ્રધાન ના આત્મ નિભૅર ભારત ના સંકલ્પ ને સૌ સાથે મળીને ચરિતાર્થ કરીએ : મુખ્યમંત્રી..

જુનાગઢ ખાતે ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાનો "યુવા સંવાદ"...