fbpx

42 લેઉવા પાટીદાર યુવા મંડળ પાટણ દ્વારા સમાજના વિધાર્થીઓ માટે 50℅ ના દરે 6000 ડઝન ચોપડા વિતરણ નો પ્રારંભ કરાયો…

Date:

પાટણ તા. ૧૦
બેતાલીસ લેઉવા પાટીદાર યુવા મંડળ પાટણ દ્વારા સમાજલક્ષી અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે સમાજના વિદ્યાર્થીઓ માટે હાલમાં 50% ના દરે મિડીયમ અને ફુલસ્કેપ ચોપડા વિતરણ ની શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે.

42 લેઉવા પાટીદાર યુવા મંડળ પાટણ દ્વારા સોમવારથી શરૂ કરવામાં આવેલ ચોપડા વિતરણની કામ ગીરી સુપેરે પાર પડે અને સમાજનો એક પણ વિધાર્થી 50℅ ના દરે ચોપડા મેળવી શકે તે માટે પાટણ સ્થિત બેતાલીસ લેઉવા પાટીદાર યુવા મંડળના સદભાવ હોસ્પિટલ સામે આવેલ કાર્યાલય ખાતે ગામ વાઈઝ જુદા જુદા ચાર વિભાગ તૈયાર કરવામાં આવ્યાં છે.

જેમાં ધો. 1 થી કોલેજ કક્ષાએ અભ્યાસ કરતા વિધાર્થી ઓને એક ડઝન ચોપડા 50℅ રકમ લઈને આપવા માં આવી રહ્યા છે. તો ચોપડા લેવા આવનાર વિધાર્થીઓને પોતાનું આધારકાર્ડ અને છેલ્લી માકૅશીટ રજૂ કરવાની હોય છે. આ ચોપડા વિતરણ ફકત બેતાલીસ લેઉવા પાટીદાર સમાજના વિધાર્થી પૂરતું હોવાની સાથે કુલ ૬૦૦૦ ડઝન ચોપડા નું વિતરણ કરવામાં આવશે.

પ્રથમ દિવસે ૧૫૦૦ ડઝન ચોપડા નું વિતરણ કરવામાં આવ્યું હોવાનું મંડળના સભ્યોએ જણાવ્યું હતું. 42 લેઉવા પાટીદાર યુવા મંડળ પાટણ દ્વારા શૈક્ષણિક હેતુસર શરૂ કરાયેલી 50% રકમ મા ચોપડા વિતરણ ની કામગીરીને સમાજના સૌએ સરાહનીય લેખાવી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના જુના સર્કિટ હાઉસના પ્રવેશ દ્વાર પાછળ ખડકાયેલ કચરાના ઢગને દૂર કરવા માંગ ઉઠી.

પાટણના જુના સર્કિટ હાઉસના પ્રવેશ દ્વાર પાછળ ખડકાયેલ કચરાના ઢગને દૂર કરવા માંગ ઉઠી. ~ #369News

પાટણ તાલુકાના બાલીસણા સ્કૂલોના વિધાર્થીઓને મિષ્ટ ભોજન પિરસાયું..

પાટણ તાલુકાના બાલીસણા સ્કૂલોના વિધાર્થીઓને મિષ્ટ ભોજન પિરસાયું.. ~ #369News

ક્લાઈમેટ સ્માર્ટ પાટણ ઈનિશિએટીવ બનાવવા MHT નો નવતર પ્રયોગ : પાલિકા પ્રમુખ…

વાતાવરણ માં શ્રમિકોને કેવી રીતે રહેવું તેની સમજ આપવા...